News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સ્ટાર્સ કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન(Saif Ali Khan)ના નાના દીકરાએ લોકપ્રિયતાના મામલે મોટા ભાઈ તૈમુર અલી ખાન(Taimur Ali Khan)ને ભલે પાછળ ન છોડ્યો હોય, પરંતુ જહાંગીર અલી ખાન (Jeh Ali Khan)પણ તેના ક્યૂટ વીડિયો પણ ઓછા વાયરલ થતા નથી. આવા જ એક જેહનો લેટેસ્ટ વિડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે જેહ પાપારાઝી(paparazzi)ને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે અને તે તેમની સાથે રમવાના મૂડમાં હોય તેવું લાગે છે. જેહ તેના કેરટેકર(Nanny)નો હાથ છોડીને ભાગતો જોવા મળે છે. એટલું જ નહીં તે જીદ કરીને જમીન પર પણ બેસી ગયો. આ પછી તેનો કેરટેકર બળજબરીથી જેહને તેના ખોળામાં ઊંચકીને અંદર લઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં 14 વર્ષથી ડિગ્રી- લાયસન્સ વગર મહિલા કરી રહી હતી કાયદાની પ્રેક્ટિસ- હવે પોતે કાયદાના સપાટામાં આવી- થઇ આ કાર્યવાહી
જેહનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. કમેન્ટ સેક્શનની વાત કરીએ તો જહાંગીર અલી ખાનની આ ક્યૂટ સ્ટાઈલથી લોકો ઉડીને આંખે વળગે છે. એક યુઝરે આ વિડીયો પર કમેન્ટ કરી – તે ખુબ જ સુંદર છે. અન્ય યુઝરે જેહના વિડિયો પર લખ્યું – તેને ફોટોગ્રાફર્સ પસંદ છે.
તમને જણાવી દઈએ કે તૈમૂરના નામ પર થયેલા વિવાદ પછી કરીના અને સૈફે તેમના પુત્ર જહાંગીરનું પૂરું નામ જાહેર કર્યું નથી.
આ સમાચાર પણ વાંચો : શું તમને બેંક બેલેન્સ જાણવું છે- બેંક એકાઉન્ટ નંબર યાદ નથી- તો આ રીતે તપાસો