Site icon

વધુ એક બોલિવૂડ અભિનેત્રી આવી કોરોના ની ઝપેટમાં, એક્ટ્રેસ ની બહેને આપી આ અંગે માહિતી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોના ની ત્રીજી લહેર ની અસર ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ તેમ છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે. કરીના કપૂર બાદ હવે તેની મોટી બહેન કરિશ્મા કપૂર પણ કોરોના પોઝિટિવ આવી છે. આ જાણકારી ખુદ કરિશમાની બહેન કરીના કપૂરે આપી છે. કરીના કપૂરે ગુરુવારે કાજોલને કરિશ્મા કપૂરની તબિયત વિશે જણાવ્યું હતું. વાસ્તવમાં, કાજોલ અને કરીના એક શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ત્યારે જ કરીના એ  કરિશ્મા વિશે જણાવ્યું હતું.

 

કાજોલ અને કરીના એકબીજાને મળ્યા જ્યારે ત્યારે તેઓ નજીકમાં શૂટિંગ કરી રહ્યા હતા અને પાપારાઝીએ તેમને જોયા. તેમની મીટિંગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો અને અભિનેત્રીઓ તેમના પરિવાર, સ્વાસ્થ્ય, કોરોનાવાયરસ અને કરીનાના પુત્ર જેહ વિશે વાત કરતી જોવા મળી હતી.વીડિયોમાં કરીના અને કાજોલ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. આ દરમિયાન બંનેએ ઘણી મિનિટો સુધી ઉભા રહીને એકબીજા સાથે વાત કરી. તમે કરીનાને કહેતા સાંભળી શકો છો, 'શું થઈ રહ્યું છે?' કાજોલ પણ કરીનાને પૂછતી સાંભળી શકાય છે, 'તમારું નવું બાળક કેવું છે?' જેના જવાબમાં કરીના કહે છે, 'તે એક વર્ષનો થઇ ગયો છે .'આ પછી કાજોલે કહ્યું કે તેનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે કરીનાએ ખુલાસો કર્યો કે બુધવારે મોટી બહેન કરિશ્મા કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ કહ્યું, 'લોલોનો ટેસ્ટ ગઈકાલે જ પોઝિટિવ આવ્યો છે.'

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન વિશે મોટો ખુલાસો, પુરાવા અંગે SITએ કહી આ વાત; જાણો વિગત

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરિશ્મા કપૂર છેલ્લે 2012માં આવેલી ફિલ્મ ડેન્જરસ ઈશ્કમાં જોવા મળી હતી. જોકે અભિનેત્રીએ ઘણા વર્ષો પછી 2020માં વેબ સીરિઝ 'મેન્ટલહુડ'થી પુનરાગમન કર્યું હતું. કરિશ્મા કપૂર માત્ર 17 વર્ષની હતી જ્યારે તેણે 1991માં ફિલ્મ 'પ્રેમ કૈદી'થી ડેબ્યૂ કર્યું હતું.તમને જણાવી દઈએ કે આ અગાઉ, કરીના કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર, સ્વરા ભાસ્કર, શનાયા કપૂર, જ્હોન અબ્રાહમ, સીમા ખાન સોનુ નિગમ, નોરા ફતેહી, સુઝૈન ખાન, ખુશી કપૂર, જ્હાનવી કપૂર, મૃણાલ ઠાકુર, પણ કોરોના ની ઝપેટ માં આવી  ચુક્યા  છે.

 

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version