News Continuous Bureau | Mumbai
Karishma Tanna Announces Pregnancy:દિવ્યાંકા ત્રિપાઠી અને સુરભિ જ્યોતિ બાદ હવે વધુ એક લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા તન્નાના ઘરે નવું મહેમાન આવવાનું છે. કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર પતિ વરુણ બંગેરા સાથેની તસવીરો શેર કરીને પોતાની પ્રેગ્નન્સી કન્ફર્મ કરી છે. આ તસવીરોમાં બંને ‘મોમ’ અને ‘ડેડ’ લખેલી ટોપી પહેરીને પોઝ આપતા જોવા મળે છે, સાથે જ નાનકડા બાળકના શૂઝ પણ નજરે પડે છે. કરિશ્માએ આ ક્ષણને પોતાનું ‘સૌથી મોટું ગિફ્ટ’ ગણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ramayanam Cast: શું તમે ઓળખો છો ‘રામાયણમ્’ ના ઈન્દ્રને? અમિતાભ બચ્ચન સાથે છે ખાસ કનેક્શન, રણભૂમિમાં યશ સાથે ટકરાશે
ઓગસ્ટ ૨૦૨૬માં આપશે બાળકને જન્મ
કરિશ્માએ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તે ઓગસ્ટ ૨૦૨૬ માં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરી શકે છે. હાલમાં તે પોતાની પ્રેગ્નન્સીના બીજા ટ્રાઈમેસ્ટરમાં હોવાનું જણાય છે. કરિશ્માએ કેપ્શનમાં લખ્યું, “એક નાનકડો ચમત્કાર, અમારી સૌથી મોટી ભેટ – ઓગસ્ટ ૨૦૨૬.” આ સમાચાર સામે આવતા જ તેના ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
View this post on Instagram
નોંધનીય છે કે કરિશ્મા તન્નાએ વર્ષ ૨૦૨૨માં બિઝનેસમેન વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ આ કપલ હવે માતા-પિતા બનવા જઈ રહ્યું છે. કરિશ્મા લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે અનેક રિયાલિટી શો તેમજ બોલીવુડ ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. ‘સંજુ’ જેવી ફિલ્મો અને ‘સ્કોપ’ જેવી વેબ સિરીઝ માટે તેને ખૂબ જ પ્રશંસા મળી છે.કરિશ્માની આ જાહેરાત બાદ બોલીવુડ અને ટીવી જગતના સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)