News Continuous Bureau | Mumbai
Sanjay Kapur passes away: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂર નું 53 વર્ષની ઉંમરે હાર્ટ એટેક ના કારણે નિધન થયું છે. આ દુઃખદ ઘટના ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં બની હતી, જ્યાં તેઓ પોલો રમતા હતા. રમતી વખતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ મેદાન પર જ પડી ગયા. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
આ સમાચાર પણ વાંચો : Ishita Dutta: બીજીવાર માતા બની અજય દેવગણ ની ઓન સ્ક્રીન દીકરી, ઇશિતા દત્તા અને વત્સલ શેઠ એ તસવીર શેર કરી કહી આવી વાત
સુહેલ સેઠે પુષ્ટિ કરી
સંજય કપૂરના નિધનની પુષ્ટિ જાણીતા લેખક અને અભિનેતા સુહેલ સેઠ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “સંજય કપૂરના નિધનથી ખૂબ દુઃખ થયું છે. આજે સવારે ઇંગ્લેન્ડમાં તેમનું અવસાન થયું. તેમના પરિવાર અને સહકર્મચારીઓ માટે આ એક મોટી ક્ષતિ છે. ઓમ શાંતિ.” સંજય કપૂરે વર્ષ 2003માં કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે સંતાન – સમાયરા અને કિયાનછે. જોકે, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2016માં તેમના છૂટાછેડા થયા હતા.છૂટાછેડા પછી સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.
Deeply saddened at the passing of @sunjaykapur : he passed away earlier today in England: a terrible loss and deepest condolences to his family and to his colleagues @sonacomstar …Om Shanti
— SUHEL SETH (@Suhelseth) June 12, 2025
સંજય કપૂર ઓટો કંપની સોના કોમસ્ટાર ના ચેરમેન હતા અને તેમણે કંપનીને વૈશ્વિક સ્તરે આગળ ધપાવી હતી. તેઓ તાજેતરમાં CII નોર્થ રિજનના ચેરમેન તરીકે પણ નિયુક્ત થયા હતા. તેમના અચાનક અવસાનથી ઉદ્યોગ જગતમાં પણ શોકની લાગણી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)