News Continuous Bureau | Mumbai
વર્ષ 2011 માં ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ (Pyar Ka Panchnama) થી કારકિર્દીની શરૂઆત કરનાર કાર્તિક આર્યન (Kartik Aaryan) ની ગણતરી આજે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ (Bollywood stars) માં થાય છે.કાર્તિક આર્યને ‘લુકા છુપી’, ‘પતિ પત્ની ઔર વો’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘ભૂલ ભુલૈયા 2’ જેવી ઘણી સફળ ફિલ્મો આપી છે. કમાણીના મામલામાં પણ તે કોઈના થી ઉતરતો નથી. કાર્તિક ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી (brand endorsement) પણ તગડી કમાણી કરે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કાર્તિક આર્યનની નેટવર્થ લગભગ 46 કરોડ રૂપિયા છે. શરૂઆત માં તે એક ફિલ્મ માટે 7 થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો. પરંતુ એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ કાર્તિકે ફિલ્મ ‘શહેજાદા’ (Shehzada) માટે લગભગ 21 કરોડ રૂપિયા ની ફી લીધી છે. આ સિવાય તે બોટ, ઓપ્પો, ઈમામી, ફેર એન્ડ હેન્ડસમ, વીટ મેન અને અરમાની એક્સચેન્જ જેવી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે, જેમાંથી તે તગડી કમાણી કરે છે. કાર્તિક આર્યને થોડા સમય પહેલા મુંબઈના વર્સોવામાં (Mumbai versova) 1.60 કરોડ રૂપિયાનું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. જેને તે અવારનવાર તેના સોશિયલ મીડિયા (social media) એકાઉન્ટ તેની ઝલક બતાવે છે. રસપ્રદ વાત એ છે કે સંઘર્ષના દિવસોમાં કાર્તિક આ એપાર્ટમેન્ટમાં ભાડે (rent) રહેતો હતો.આ ઉપરાંત અભિનેતા ને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. તેણે વર્ષ 2017માં BMW કાર ખરીદી હતી. આ જ વર્ષે તેણે લેમ્બોર્ગિની કાર (lamborghini car) ખરીદી છે, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. તે ઘણીવાર પોતાની આ કારમાં બેસીને ફરતો જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘કાર્તિક છેલ્લે ફિલ્મ ભૂલ ભૂલૈયા 2’ માં જોવા મળ્યો હતો.હવે તે ફિલ્મ ‘ફ્રેડી’(fredy) માં જોવા મળશે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney plus hotstar) પર 2 ડિસેમ્બર, 2022 ના રોજ સ્ટ્રીમ કરવામાં આવશે. આ એક સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે, જેમાં કાર્તિક આર્યનએ 14 કિલો વજન વધાર્યું હતું. ‘ફ્રેડી’માં કાર્તિક આર્યન એક અલગ પાત્રમાં જોવા મળશે.