Site icon

Karik aryan bhool bhulaiya 3: ફરી રૂહ બાબા બની ને હસાવવા આવી રહ્યો છે કાર્તિક આર્યન, અભિનેતા ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની રીલીઝ ડેટ થઇ જાહેર

Karik aryan bhool bhulaiya 3: કાર્તિક આર્યન તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મ 2022 માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની સિક્વલ છે. હવે આ ફિલ્મની રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

kartik aryan upcoming movie bhool bhulaiyaa 3 release date

kartik aryan upcoming movie bhool bhulaiyaa 3 release date

News Continuous Bureau | Mumbai

Karik aryan bhool bhulaiya 3: અક્ષય કુમાર અને વિદ્યા બાલનની 2007માં આવેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ હિટ સાબિત થઇ હતી ત્યારબાદ 2022 માં આ ફિલ્મ ની સિક્વલ ભૂલ ભુલૈયા 2 આવી જેમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પણ હિટ સાબિત થઇ હતી. હવે આ ફિલ્મ નો ત્રીજો ભાગ એટલે કે ભૂલ ભુલૈયા 3 આવી રહી છે. હવે આ ફિલ્મ ની રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવી રહ્યું છે. 

Join Our WhatsApp Community

 

ભૂલ ભુલૈયા 3 ની રિલીઝ ડેટ 

ભૂષણ કુમાર અને ક્રિષ્ન કુમાર દ્વારા નિર્મિત અને અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત, ભૂલ ભુલૈયા 2 ની અપાર સફળતા પછી, ભૂલ ભુલૈયા 3 ની તૈયારી ચાલી રહી છે. કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભુલૈયા 3’ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ મુજબ આ સમયે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે કાર્તિક ટૂંક સમયમાં ‘ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ શરૂ કરશે.. ભૂષણ કુમાર પોતે ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ના તમામ પાસાઓ પર બારીકાઇ થી કામ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Animal Bobby deol: એનિમલ માં પોતે ભજવેલા પાત્ર વિશે દર્શકો નો રિસ્પોન્સ જોવા થિયેટર પહોંચ્યો બોબી દેઓલ, વિડીયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયા 2 એ એક કોમેડી હોરર ફિલ્મ હતી આ ફિલ્મ માં કાર્તિક આર્યન રૂહ બાબા ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જ્યારેકે તબ્બુ એ અંજૂલિકા અને મંજૂલિકા ની બેવડી ભૂમિકા ભજવી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે,તબ્બુ ફિલ્મ ભૂલ ભુલૈયા 3 નો ભાગ નહીં હોય. રિપોર્ટ્સ અનુસાર, તબ્બુએ આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે.

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version