News Continuous Bureau | Mumbai
વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન(Katrina-Vicky wedding) પછી તરત જ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. લાંબા સમય બાદ બંને હાલમાં જ વેકેશન(Vacation) પર ગયા હતા. દરમિયાન,હાલમાં જ કેટરીના મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર જોવા મળી હતી. આ દરમિયાન તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તેણે બેબી પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો. તેણે સનગ્લાસ પહેર્યા હતા. તેણે માસ્ક પણ પહેર્યું હતું. કેટરિના ભારતીય આઉટફિટમાં સુંદર લાગી રહી હતી. ફેન્સને કેટરીનાનો એરપોર્ટ લુક ઘણો પસંદ આવ્યો હતો. જોકે, તેના આ લુકને જોઈને ઘણા યુઝર્સે પ્રેગ્નન્સી(pregnency) વિશે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું.
વાસ્તવમાં, થોડા દિવસો પેહલા કેટરિના કૈફને(Katrina Kaif) મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર જોવામાં આવી હતી અને તેણે બેબી પિન્ક રંગનો લૂઝ કુર્તો અને પેન્ટ પહેર્યું હતું. કેટરિના કૈફની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતાં જ ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે 'ટાઈગર 3'ની અભિનેત્રી પ્રેગ્નન્ટ(pregnent) છે. જ્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટ્રેસના આઉટફિટને ખૂબ પસંદ કર્યો અને તેના વખાણ કર્યા. તો ત્યાં જ, કેટલાક નેટીઝન્સે અભિનેત્રીને ગર્ભવતી તરીકે જોઈ. એટલું જ નહીં, નેટીઝન્સના એક વર્ગે પણ તેણીને ગર્ભવતી તરીકે સ્વીકારી અને વિવિધ રીતે ટિપ્પણી કરવાનું શરૂ કર્યું.કેટરિનાનો એરપોર્ટ લુક જોઈને એક યુઝરે કહ્યું, 'પ્રેગ્નન્ટ?' અન્ય યુઝરે કહ્યું, 'શું તે પ્રેગ્નન્ટ છે?' એક યુઝરે લખ્યું, 'તેણે પોતાનો હાથ કેમ ઢાંક્યો છે?' એક યુઝરે લખ્યું, 'શું તે તમે પ્રેગ્નેન્ટ છો?'
આ સમાચાર પણ વાંચો : અભિષેક બચ્ચને તેના અંગત જીવન સાથે જોડાયેલા સવાલોના આપ્યા જવાબ, ઐશ્વર્યા વિશે જણાવી આ ખાસ વાત; જાણો વિગત
તમને જણાવી દઈએ કે કેટરિના અને વિકીએ(Katrina-Vicky wedding) ગયા વર્ષે ડિસેમ્બરમાં ખૂબ જ ખાનગી રીતે લગ્ન કર્યા હતા. રાજસ્થાનના(Rajasthan) ઉદયપુરમાં(udaipur) લગ્નની વિધિ કરવામાં આવી હતી જેમાં માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો તે સલમાન ખાન (Salman Khan)સાથે 'ટાઈગર 3'(tiger-3)માં જોવા મળશે. આ સિવાય તેની પાસે 'ફોન ભૂત' અને 'મેરી ક્રિસમસ' છે.