Katrina Kaif and Vicky Kaushal: કેટરિના કૈફ અને વિક્કી કૌશલે જાહેર કર્યું પુત્રનું નામ: ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ક્યુટ તસવીર, જાણો શું છે અર્થ

Katrina Kaif and Vicky Kaushal: "અમારી પ્રાર્થનાઓનો જવાબ અને પ્રકાશનું કિરણ" - કેટરિનાએ પુત્રનો હાથ પકડેલી ફોટો શેર કરી; બોલીવૂડ સેલેબ્સે પાઠવ્યા અભિનંદન

by Zalak Parikh
Katrina Kaif and Vicky Kaushal reveal their son name

News Continuous Bureau | Mumbai

Katrina Kaif and Vicky Kaushal: બોલીવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિક્કી કૌશલ હાલમાં પેરેન્ટહુડની દરેક ક્ષણને માણી રહ્યા છે. થોડા સમય પહેલા જ કેટરિનાએ પુત્રને જન્મ આપ્યો હતો અને હવે આ કપલે સોશિયલ મીડિયા પર તેમના લાડકવાયાના નામનો ખુલાસો કર્યો છે. કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે જેમાં તે અને વિક્કી પુત્રનો નાનકડો હાથ પકડેલા જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ramayana : રામાયણ અપડેટ: ‘અવતાર’ સ્ટાઈલમાં થશે રણબીર કપૂરની ફિલ્મનું શૂટિંગ, લીક થયેલી તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

શું રાખ્યું છે પુત્રનું નામ?

કેટરિના અને વિક્કીએ તેમના પુત્રનું નામ ‘વિહાન કૌશલ’ (Vihaan Kaushal) રાખ્યું છે. કેટરિનાએ પોસ્ટ શેર કરતા લખ્યું, “અમારા પ્રકાશનું કિરણ. વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓનો જવાબ. જિંદગી ખૂબ જ સુંદર છે અને હવે અમારી દુનિયા બદલાઈ ગઈ છે.” આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ છે અને પરિણીતી ચોપરા, ભૂમિ પેડનેકર અને દીયા મિર્ઝા જેવા કલાકારોએ કમેન્ટ્સ કરીને અભિનંદન પાઠવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)


‘વિહાન’ એ સંસ્કૃત મૂળનો શબ્દ છે. જેનો અર્થ ‘સવાર’ અથવા ‘નવી શરૂઆત’ થાય છે. આ નામ સૂર્યોદય અને નવી આશાનું પ્રતીક માનવામાં આવે છે. કેટરિના અને વિક્કીએ તેમના પ્રથમ સંતાન માટે આટલું અર્થસભર નામ પસંદ કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે કેટરિનાએ 7 નવેમ્બર, 2025 ના રોજ વિહાનને જન્મ આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More