Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’! ‘પુષ્પા 2’ ના કલેક્શનને પાછળ છોડી હિન્દી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.

Dhurandhar Box Office Record: રણવીર સિંહ અને અક્ષય ખન્નાનો જાદુ ચાલ્યો; હિન્દી વર્ઝનમાં 831 કરોડની કમાણી સાથે નંબર-1 પર પહોંચી ફિલ્મ, જિઓ સ્ટુડિયોએ શેર કર્યો સક્સેસ પોસ્ટર.

by Zalak Parikh
Dhurandhar Box Office Record: Ranveer Singh starrer becomes the highest-grossing Hindi film

News Continuous Bureau | Mumbai

Dhurandhar Box Office Record: બોલીવૂડ ફિલ્મ ‘ધુરંધર’  એ બોક્સ ઓફિસ પર તમામ જૂના રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. રણવીર સિંહ અને અક્ષય ખન્નાની આ ફિલ્મે ભારતીય સિનેમાના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે. મેકર્સના દાવા મુજબ, હવે આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Oscars 2026: ઓસ્કારમાં ભારતનો ડંકો: ‘હોમબાઉન્ડ’ નેક્સ્ટ રાઉન્ડમાં ક્વોલિફાઈ, શું ભારત આ વખતે ઈતિહાસ રચશે?

મેકર્સની જાહેરાત – “થેન્ક યુ ઈન્ડિયા”

ફિલ્મના પ્રોડક્શન હાઉસ ‘જિઓ સ્ટુડિયોઝ’ દ્વારા સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ‘ધુરંધર’ ને ‘ભારતની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ’ તરીકે જાહેર કરવામાં આવી છે. મેકર્સ લખ્યું, “થેન્ક યુ ઈન્ડિયા. ગણપતિ બાપ્પા મોરિયા.” આ સફળતા બાદ ફિલ્મની સ્ટારકાસ્ટ અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Jio Studios (@officialjiostudios)


અત્યાર સુધીના આંકડાઓ મુજબ, ‘ધુરંધર’ એ સિંગલ લેંગ્વેજ (હિન્દી) માં સૌથી વધુ કલેક્શન કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ-4 ફિલ્મોની યાદી હવે બદલાઈ ગઈ છે:

  1. ધુરંધર:  831 કરોડ (નેટ)
  2. પુષ્પા 2 (હિન્દી):  821 કરોડ
  3. છાવા (હિન્દી):  601 કરોડ
  4. જવાન (હિન્દી):  586 કરોડ

જોકે, ટ્રેડ એનાલિટિસ્ટ્સનું કહેવું છે કે ઓફિશિયલ આંકડાઓ મુજબ હજુ થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ મેકર્સના આંકડા મુજબ ફિલ્મે ‘પુષ્પા 2’ ના હિન્દી વર્ઝનને પાછળ છોડી દીધું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More