Site icon

કેટરીના કૈફ અને વિકી કૌશલ ની દિવાળી પર થઈ રોકા સેરેમની, આ ડિરેક્ટરના ઘરે થયું ફંક્શન! જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. અલબત્ત, બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું છે. પરંતુ બંનેના લગ્નને લગતા સમાચાર દરરોજ સામે આવી રહ્યા છે, જેના કારણે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે અને કપલે તેમના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જ્યારથી તેમની રોકા સેરેમનીની ચર્ચા અચાનક સામે આવી છે ત્યારથી બંને તેમના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરીના અને વિકી કૌશલની રોકા સેરેમની કબીર ખાન અને મિની માથુરના ઘરે થઈ હતી. કેટરીના કૈફે કબીર ખાન સાથે ફિલ્મ 'એક થા ટાઈગર'માં કામ કર્યું હતું. કબીર આ ફિલ્મના નિર્દેશક હતા. આવી સ્થિતિમાં બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. કેટરીના કબીરને પોતાનો રાખી ભાઈ માને છે. રિપોર્ટ અનુસાર, કબીર ખાનના ઘરે કેટરીના-વિકીની રોકા સેરેમનીમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. કેટરિનાની માતા સુસાન ટર્કોટ અને બહેન ઈસાબેલ કૈફ આ ફંક્શનમાં સામેલ થઈ હતી. તેમજ, વિકી વતી આ રોકા  સેરેમનીમાં માતા-પિતા શ્યામ કૌશલ અને વીણા કૌશલ અને ભાઈ સની કૌશલ હાજર હતા.

કપલની નજીકના એક સૂત્રએ કહ્યું, "રોકા સેરેમની ખૂબ જ સુંદર રહી. ઘરમાં લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેટરીનાએ લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિવાળીની તારીખે શુભ મુહૂર્ત હોવાથી બંનેના પરિવારજનોએ વિધિ કરવાનું નક્કી કર્યું. કબીર અને મીની લગભગ કેટરિનાના પરિવાર જેવા જ છે.

રોહિત શેટ્ટી ને લાગ્યો મોટો ઝટકો, ‘સૂર્યવંશી’ રિલીઝ થતાં જ થઈ લીક, મેકર્સને થઇ શકે છે આટલા કરોડ નું નુકસાન; જાણો વિગત

અહેવાલો અનુસાર, વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વર્ષે 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરશે. બંનેના લગ્ન રાજસ્થાનના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં થશે. આ માટે બંનેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટરિનાનો લહેંગા સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version