ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ડિસેમ્બર 2021
સોમવાર
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન બોલિવૂડના આ વર્ષના સૌથી મોટા લગ્ન હતા. બંનેએ રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત આલીશાન સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લીધા. 9 ડિસેમ્બરે બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે કેટરિના અને વિકીના ભવ્ય રિસેપ્શનનો સમય આવી ગયો છે. લગ્નમાં બંને પરિવારના નજીકના લોકો જ સામેલ થયા હતા, પરંતુ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડના તમામ મોટા નામોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેટરિના અને વિકી વતી, મહેમાનોને લક્ઝુરિયસ હેમ્પર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે .
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેણે મોકલેલા હેમ્પરની એક તસવીર શેર કરી છે, જે ગુલાબી ફૂલો અને ગુડીઝથી શણગારેલી છે. વિકી અને કેટરિનાએ લગ્નમાં હાજરી ન આપી શકનારાઓને સ્પેશિયલ નોટ મોકલી અને તેમને જલ્દી મળવાનું વચન આપ્યું. મોકલવામાં આવેલા હેમ્પર્સમાં મોતીચૂર લાડુ, ઇત્તર (અરબી પરફ્યુમ), મીણબત્તીઓ, છોડના બીજ, ફૂલો અને એક ખાસ નોંધનો સમાવેશ થાય છે જેના પર લખ્યું હતું – 'શુક્ર રબ દા શુક્ર સબ દા'.
એક ન્યૂઝ એજન્સી ના એહવાલ અનુસાર, કપલ આ અઠવાડિયે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરશે જેમાં તેમના મિત્રો અને ફિલ્મ જગતના લોકો હાજરી આપશે. લગ્નની પાર્ટી પૂરી કર્યા પછી, વિકી અને કેટરિના તેમની ફિલ્મોનું શૂટિંગ અને અન્ય વર્ક કમિટમેન્ટ્સ પૂર્ણ કરશે.વિકી અને કેટરિના પોતાનું કામ પૂરું કર્યા પછી જ હનીમૂન પર જશે. પહેલા એવી ચર્ચા હતી કે તેઓ માલદીવ જઈ શકે છે પરંતુ પછીના અહેવાલ મુજબ બંને તેમના કામને મહત્વ આપે છે, તેથી તેઓ પહેલા તેમને પૂર્ણ કરશે.