News Continuous Bureau | Mumbai
કેટરીના કૈફ અને સલમાન ખાનની જોડી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ જોડીમાંથી એક છે. દર્શકોએ આ બંનેની જોડીને હંમેશા પસંદ કરી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ટૂંક સમયમાં યશ રાજ બેનર હેઠળ નિર્મિત ‘ટાઈગર 3’ નામની ફિલ્મમાં જોવા મળશે. એવું સાંભળવામાં આવી રહ્યું છે કે યશ રાજ બેનર દ્વારા ‘ટાઈગર 3’નું શૂટ ભવ્ય સ્કેલ પર કરવામાં આવ્યું છે, જેના એક્શન સીન્સ ચાહકોને સ્તબ્ધ કરી દેશે.
સલમાન ખાન સાથે કામ નહીં કરે કેટરીના કેફ
જો બોલિવૂડના કોરિડોરમાંથી બહાર આવી રહેલા લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના કૈફ ટાઇગર 3 પછી ક્યારેય સલમાન ખાન સાથે કામ નહીં કરે. જો તમે વિચારી રહ્યા છો કે એવું તો શું થયું કે કેટરીનાએ આટલો મોટો નિર્ણય લીધો, તો જણાવી દઈએ કે તેના પતિ વિકી કૌશલ નથી ઈચ્છતા કે કેટરીના સલમાન ખાન સાથે કામ કરે.એક વ્યક્તિ એ ટ્વીટ કરીને લોકોને આની જાણકારી આપી છે. તેણે લખ્યું, ‘કેટરિના કૈફે કહ્યું છે કે ટાઇગર 3 સલમાન ખાન સાથે તેની છેલ્લી ફિલ્મ હશે. તે ક્યારેય સલમાન ખાન સાથે ફિલ્મ નહીં કરે કારણ કે વિકી કૌશલે તેને ચેતવણી આપી છે કે તે ક્યારેય ભાઈજાન સાથે કામ નહીં કરે.
EXCLUSIVE: #KatrinaKaif said, #Tiger3 will be my Last film with #SalmanKhan. I will not do any film with him in Future! #VickyKaushal Warned her not to do any film with #BhaiJaan. 😯 pic.twitter.com/x3UiU9UoWJ
— Umair Sandhu (@UmairSandu) March 22, 2023
લોકો એ ગણાવી આને અફવા
આ ટ્વિટના કારણે ચાહકોમાં હોબાળો મચી ગયો છે કારણ કે તેને કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી પસંદ છે. જો કે, કેટરિના તરફથી અથવા વિકી કૌશલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને તેથી જ લોકો તેને માત્ર અફવા હોવાનું કહી રહ્યા છે.