News Continuous Bureau | Mumbai
Kaun banega crorepati 15: જ્યારથી કૌન બનેગા કરોડપતિ શરૂ થયું છે ત્યારથી આ શો ની એક સીઝન છોડી ને અમિતાભ બચ્ચન શો ને હોસ્ટ કરતા આવ્યા છે. આ શો સાથે અમિતાભ બચ્ચન નો એક ખાસ લગાવ છે. આ શો માં અમિતાભ બચ્ચન સ્પર્ધક સામે તેમની પર્સનલ લાઈફ ના પણ ખુલાસા કરતા હતા.હવે આ બધું આપણ ને નહીં જોવા મળે કેમકે સોની ટીવી પર પ્રસારિત થતો શો કૌન બનેગા કરોડપતિ બંધ થઇ ગયો છે. ગઈકાલે આ શો નો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો આ દરમિયાન અમિતાભ બચ્ચન ભાવુક જોવા મળ્યા હતા.
કૌન બનેગા કરોડપતિ ના મંચ પર ભાવુક થયા અમિતાભ બચ્ચન
કૌન બનેગા કરોડપતિ ની અત્યારસુધી 15 સીઝન આવી છે તેમાંથી એક સીઝન ને બાદ કરતા અમિતાભ બચ્ચને શો ની 14 સીઝન હોસ્ટ કરી છે. ગઈકાલે કૌન બનેગા કરોડપતિ ની 15 મી સીઝન નો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો.હવે આ શો નો પ્રોમો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અમિતાભ બચ્ચન ભીની આંખે શો ને અલવિદા કહી રહ્યા છે આ જોઈ ત્યાં હાજર રહેલા લોકો પણ ભાવુક થઇ ગયા હતા.
KBC Finale mein Amitji bayaan karte hain apne dil ki baat. Hasi, prem, aur yaadon se bhare iss anokhe safar ko yaad kiya jayega!
Dekhiye #KaunBanegaCrorepati Grand Finale,
aaj raat 9 baje, sirf #SonyEntertainmentTelevision par.#KBC15 #KaunBanegaCrorepati #KBCOnSonyTV… pic.twitter.com/slYNqDFuLJ— sonytv (@SonyTV) December 29, 2023
તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ ની શરૂઆત વર્ષ 2000 માં થઇ હતી. આ શો ની 14 સીઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે. જયારે કે કૌન બનેગા કરોડપતિ ની એક સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dhoom 4: યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ 4 માં શાહરુખ ખાન ભજવશે ચોર ની ભૂમિકા! અભિષેક બચ્ચન ની જગ્યા એ આ સાઉથ સુપરસ્ટાર પહેરશે પોલીસ નો યુનિફોર્મ