કોરોના મહામારી વચ્ચે ‘ખતરો કે ખિલાડી’ના આ 11 સ્પર્ધકો કેપટટાઉન માટે થયા રવાના. જુઓ તસવીરો  

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

શનિવાર

હાલ દેશભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યુ છે. જેથી મુંબઈમાં શુટ બંધ કરવામાં આવ્યુ છે. ત્યારે ખતરો કે ખિલાડી શોનું શૂટિંગ કેપટાઉનમાં કરવામાં આવશે. રોહિત શેટ્ટી આ શોને હોસ્ટ કરી રહ્યો છે. શોમાં આ વખતે શ્વેતા તિવારી, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી, રાહલ વૈદ્ય, વરુણ સુદ, સબા મકબૂલ, અર્જુન બિજલાની, વિશાલ આદિત્ય સિંહ, સૌરભ જૈન સ્ટંટ્સ કરતાં નજર આવશે. ગત રાતે આ તમામ સ્પર્ધકો આ શો માટે મુંબઇથી કેપટાઉન જવા રવાના થયા હતાં. 

બિગબોસ નો ભાગ રહી ચૂકેલા સિંગર રાહુલ વૈદ્યને એરપોર્ટ પર તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર ડ્રોપ કરવા આવી હતી. જોકે આ સમયે થોડી ઇમોશનલ થઇ ગઇ હતી.

એક્ટ્રેસ નિક્કી તંબોલી પણ શોમાં ભાગ લેવાની છે. નિક્કી એરપોર્ટ પર બ્લેક કલરનાં ડ્રેસમાં નજર આવી હતી. 

ટીવી પર સીધી સાદી બહૂ તરીકે જાણીતી  દિવ્યાંકા ત્રિપાઠી પણ શોમાં નજર આવશે. એરપોર્ટ પર તે તેના પતિ સાથે પહોંચી હતી.

શ્વેતા તિવારી આમ તો તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે તે સ્ટંટ કરીને લોકોને અચંભિત કરશે.  

ટીવી શો કુલ્ફી કુમાર બાજેવાલા.. અને બિગ બોસમાં નજર આવેલો વિશાલ આદિત્ય સિંહ પણ ખતરો કે ખેલાડીમાં નજર આવશે. 

ટીવીનો જાણીતો એક્ટર અર્જુન બિજલાની પણ શોમાં જોવા મળશે.  

મહાભારત ફેમ સૌરભ રાજ જૈન ગત રાત્રે મુંબઇ એરપોર્ટ પર નજર આવ્યો હતો તે પણ ખતરો કે ખેલાડી 11નો ભાગ છે. 

બિગ બોસ ફેમ અભિનવ શુક્લા પણ શોમાં સ્ટંટ કરતો જોવા મળશે.

ઘણાં રિયાલિટી શોનો ભાગ બનેલો વરૂણ સૂદ ખતરો કે ખેલાડી 11નો પણ ભાગ છે. વરૂણ એરપોર્ટ પર તેની ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલની સાથે સ્પોટ થયો હતો 

આ ઉપરાંત સના મકબૂલ પણ શોનો ભાગ છે તે પણ મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી..

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *