News Continuous Bureau | Mumbai
Khosla Ka Ghosla 2 Announcement: બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફિલ્મોમાંની એક એવી ‘ખોસલા કા ઘોસલા’ (Khosla Ka Ghosla) ની સિક્વલની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેનો અંત આવ્યો છે. મેકર્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ‘ખોસલા કા ઘોસલા 2’ આગામી 28 ઓગસ્ટ 2026 ના રોજ રક્ષાબંધન ના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. લગભગ બે દાયકા બાદ અનુપમ ખેર અને બોમન ઈરાનીની જોડી ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે.વર્ષ 2006માં દિબાકર બેનર્જીના નિર્દેશનમાં બનેલી મૂળ ફિલ્મે મધ્યમ વર્ગના પરિવારની સંઘર્ષગાથા અને પ્રોપર્ટી માફિયાઓની કરતૂતોને ખૂબ જ રમુજી રીતે રજૂ કરી હતી. અનુપમ ખેરે ભજવેલું ખોસલા પાપાનું પાત્ર અને બોમન ઈરાનીએ ભજવેલું છેતરપિંડી કરનાર ખુરાનાનું પાત્ર આજે પણ લોકોના મનમાં જીવંત છે. જિયો સ્ટુડિયો (Jio Studios) અને ટી-સીરીઝ (T-Series) દ્વારા આ સિક્વલની જાહેરાત કરવામાં આવતા જ સોશિયલ મીડિયા પર ખુશીની લહેર દોડી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
જૂની સ્ટાર કાસ્ટ અને નવા નિર્દેશક સાથે ધમાકેદાર વાપસી
સૌથી સારા સમાચાર એ છે કે આ સિક્વલમાં મોટાભાગની ઓરિજિનલ સ્ટાર કાસ્ટ (Original Cast) પરત ફરી રહી છે. અનુપમ ખેર અને બોમન ઈરાની ઉપરાંત રણવીર શૌરી, કિરણ જુનેજા અને પરવીન ડબાસ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વખતે ફિલ્મનું નિર્દેશન પ્રશાંત ભાગિયા કરી રહ્યા છે. અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર શૂટિંગની તસવીરો શેર કરતા જણાવ્યું હતું કે ફિલ્મનું 90% કામ પૂરું થઈ ગયું છે અને આ વખતે છેતરપિંડીનો ખેલ પહેલા કરતા પણ વધુ મોટો અને મજેદાર હશે.
ફિલ્મની વાર્તા ફરી એકવાર દિલ્હીના એ જ મધ્યમ વર્ગીય મહોલ્લામાંથી શરૂ થશે, પરંતુ આ વખતે ખસલા પરિવાર નવી અને વધુ જટિલ મુસીબતોમાં ફસાયેલો જોવા મળશે. સ્ક્રિપ્ટ રાઈટર ઉમેશ બિષ્ટે વાર્તામાં આધુનિક સમયના પ્રોપર્ટી સ્કેમ્સ (Property Scams) અને સટાચર (Satire) નો ઉપયોગ કર્યો છે. અફવાઓ એવી પણ છે કે હુમા કુરેશી આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળી શકે છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
