Site icon News Continuous Bureau

ટીવીની આ છ સુંદરીઓ તેમનાથી નાના યુવાનોને કરી ચૂકી છે ડેટ; જુઓ યાદી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબિતા અને ટપ્પુની લવ સ્ટોરીએ દરેકના હોશ ઉડાવી દીધા છે. બહુ ઓછા લોકો જાણે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમના કરતાં નાના છોકરાઓને ડેટ કરી ચૂકી છે. નીચે જુઓ આવી સુંદરીઓની યાદી.

ગૌહર ખાન-ઝૈદ દરબાર

ગૌહર ખાન અને ઝૈદ દરબાર લૉકડાઉનમાં મિત્રો બન્યાં અને આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને બન્નેનાં લગ્ન પણ થઈ ગયાં. ગૌહર ઝૈદથી 12 વર્ષ મોટી છે.

દેબીના બેનર્જી-ગુરમીત ચૌધરી

ટીવીનું એક સુંદર યુગલ દેબીના અને ગુરમીત મુંબઈમાં મળ્યાં. બહુ ઓછા લોકો જાણે છે કે ગુરમીત દેબીના કરતાં નાનો છે.

અંકિતા ભાર્ગવ-કરણ પટેલ

અંકિતા અને કરણ લગ્ન પહેલાં થોડો સમય એકબીજાને ડેટ કરતાં હતાં. અંકિતા કરણ કરતાં બે વર્ષ મોટી છે.

ટીજે સિદ્ધુ-કરણવીર બોહરા

ટીજે અને કરણવીરનાં લગ્નને 15 વર્ષ થયાં છે અને ત્રણ દીકરીઓ છે. ટીજે કરણ કરતાં બે વર્ષ મોટી છે.

સનાયા ઈરાની-મોહિત સહગલ

સનાયા અને મોહિત પહેલી વખત ટીવી સિરિયલ મિલે જબ હમ તુમના સેટ પર મળ્યાં હતાં. વર્ષ 2016માં બંનેએ લગ્ન કર્યાં. સનાયા પણ મોહિત કરતાં બે વર્ષ મોટી છે.

કિશ્વર મર્ચન્ટ-સુયશ રાય

સિરિયલ 'પ્યાર કી યે એક કહાની'ના સેટ પર બંનેની મુલાકાત થઈ હતી. કિશ્વર પણ સુયશ કરતાં મોટી છે.

શું 'બબિતાજી'એ ટપ્પુ પહેલાં આ અભિનેતા સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું? જાણો વાસ્તવિકતા

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version