Site icon

કરોડો રૂપિયા નો માલિક છે ઋષિ કૂપર નો લાડલો રણબીર કપૂર -એક ફિલ્મ માટે લે છે અધધ આટલી મોટી રકમ-જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે 

News Continuous Bureau | Mumbai

રોકસ્ટાર(Rockstar),બરફી(Barfi), અને યે જવાની હે દીવાની(Ye Jawani Hey Deewani) જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો ફેલાવનાર રણબીર કપૂરને(Ranbir kapoor) ખૂબ જ તેજસ્વી અભિનેતા માનવામાં આવે છે. રણબીર કપૂર 40 વર્ષનો થઇ ગયો છે.આજકાલ રણબીર તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની(Brahmastra) સફળતાથી ઘણો ખુશ છે. ઘણી ફિલ્મોની નિષ્ફળતા બાદ બ્રહ્માસ્ત્રે તેને ખુશ કરી દીધો છે. રણબીર કપૂરે પોતાની મહેનતના બળ પર આ સ્થાન બનાવ્યું છે. આ સાથે તેની ગણતરી સિને જગતના ખૂબ જ અમીર કલાકારોમાં(rich actors) થાય છે. તો આવો જાણીએ આ પ્રખ્યાત અભિનેતાની નેટવર્થ(net worth) વિશે.

Join Our WhatsApp Community

રણબીર કપૂરે વર્ષ 2007માં સંજય લીલા ભણસાલીની(Sanjay Leela Bhansali) ફિલ્મ ‘સાંવરિયા’થી(Saawariya) ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. પરંતુ પછી તેણે ‘બચના એ હસીનો’ સાથે કોમર્શિયલ હિટ ફિલ્મ(Commercial Hit Film) આપીને બોક્સ ઓફિસ પર પોતાનું સ્થાન બનાવ્યું. કહેવાય છે કે રણબીર કપૂરની કારકિર્દીની પ્રથમ ફી 250 રૂપિયા હતી, જે આજે કરોડોમાં ફેરવાઈ ગઈ છે. આજે તેઓ લગભગ સાડા ત્રણસો કરોડની સંપત્તિના માલિક છે. આજના સમયમાં તે ઈન્ડિયન સુપર લીગ(Indian Super League) ફૂટબોલ ટીમ(Football team) મુંબઈના સહ-માલિક પણ છે. ફિલ્મી દુનિયામાં પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતા રણબીર કપૂર પોતાની ફિલ્મો દ્વારા જંગી કમાણી કરે છે. તે પોતાની દરેક ફિલ્મ માટે 20 થી 25 કરોડ રૂપિયા લે છે. આ સાથે, તે જાહેરાતોમાંથી પણ ઘણો નફો કમાય છે. રણબીર કપૂરનું લક્ઝરી એપાર્ટમેન્ટ બાંદ્રાના રહેણાંક પાલી હિલમાં છે. તેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, આ ઘર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો Ranbir Kapoor Birthday- રણબીરને આ ગિફ્ટ કરવા માંગતી હતી તેની એક્સ ગર્લફ્રેન્ડ- કારણ સાંભળીને રડી પડ્યા હતાં ઋષિ કપૂર

રણબીર કપૂરને લક્ઝરી કારનો(luxury cars) પણ ઘણો શોખ છે. તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ (Mercedes Benz) જી ક્લાસ, રેન્જ રોવર(Range Rover), ઓડી R8 અને BMW X6 જેવી મોંઘી અને લક્ઝુરિયસ કારનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રણબીર કપૂર ઘડિયાળોનો ખૂબ શોખીન છે. તેની પાસે એક નહીં પણ ઘણી ઘડિયાળ છે, પરંતુ એક ઘડિયાળ છે જે ખૂબ જ ખાસ છે. હા, વર્ષ 2014 માં, અમિતાભ બચ્ચને રિચર્ડ મિલે આરએમ 010 ની ઘડિયાળ ઋષિ કપૂરના પુત્ર ને  ભેટમાં આપી હતી, જેને તેઓ ખૂબ સારી રીતે રાખે છે. આ સિવાય તેની પાસે રોલેક્સ અને હુબ્લોટની ઘડિયાળોનું કલેક્શન પણ છે.રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે.

 

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version