Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન

Kritika Kamra Gaurav Kapur Wedding:પ્રાઈવેટ સેલિબ્રેશનમાં સામેલ થશે માત્ર નજીકના લોકો: દેખાડાથી દૂર પ્રેમ અને સાદગી પર રહેશે ભાર; કરણ કુન્દ્રા સાથેના અફેર બાદ હવે ગૌરવ કપૂર સાથે નવી શરૂઆત કરશે કૃતિકા.

by Zalak Parikh
Kritika Kamra and Gaurav Kapur to tie the knot on March 11; Details of private ceremony and Mumbai celebration out

News Continuous Bureau | Mumbai

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવી અને બોલિવૂડ અભિનેત્રી કૃતિકા કામરાના લગ્નને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ  મુજબ, કૃતિકા અને ગૌરવ કપૂરના લગ્નની તારીખ અને પ્લાનિંગનો ખુલાસો થઈ ગયો છે. બંનેએ આવતા મહિને એટલે કે માર્ચ ૨૦૨૬માં અત્યંત ખાનગી રીતે એકબીજાનો હાથ પકડવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો

૧૧ માર્ચના રોજ થશે ‘સાઇનિંગ સેરેમની’

સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃતિકા અને ગૌરવ પોતાના લગ્નને ખૂબ જ સાદગીથી પૂર્ણ કરવા માંગે છે. ૧૧ માર્ચ ૨૦૨૬, બુધવારના રોજ મુંબઈમાં ગૌરવના ઘરે એક નાની ‘સાઇનિંગ સેરેમની’ આયોજિત કરવામાં આવશે. જેમાં માત્ર પરિવારના અત્યંત નજીકના સભ્યો જ હાજર રહેશે. આ જ દિવસે બંને કાયદેસર અને સત્તાવાર રીતે પતિ-પત્ની બની જશે.સાઇનિંગ સેરેમનીના બીજા દિવસે એટલે કે ૧૨ માર્ચના રોજ મુંબઈમાં જ એક સુંદર પાર્ટી રાખવામાં આવશે. આ પાર્ટી ક્લાસિક છતાં મોર્ડન સ્ટાઈલમાં હશે. કૃતિકા અને ગૌરવે કોઈ ભવ્ય કે મોટા લગ્નને બદલે તેને ખાનગી અને ઈમોશનલ રાખવાનો નિર્ણય લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)


સાંજની પાર્ટીમાં પરિવાર અને નજીકના મિત્રો સિવાય ક્રિકેટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક પસંદગીના લોકો સામેલ થશે. આ આયોજન ગૌરવ અને કૃતિકાની પસંદગી મુજબ સાદગી અને શાલીનતાનું મિશ્રણ હશે.કૃતિકા કામરા આ પહેલા અભિનેતા કરણ કુન્દ્રાને ડેટ કરી ચૂકી છે અને ફેન્સમાં તેમની જોડી ખૂબ લોકપ્રિય હતી. બીજી તરફ, ગૌરવ કપૂરના આ બીજા લગ્ન હશે. ગૌરવના વર્ષ ૨૦૨૧માં તેની પહેલી પત્ની કિરત ભટ્ટલ સાથે છૂટાછેડા થયા હતા. કૃતિકા અને ગૌરવ છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તાજેતરમાં જ તેમણે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More