Site icon

Kangana ranaut: શું પરિણીતી બાદ હવે બોલિવૂડ ની પંગા ક્વીન પણ બંધાશે લગ્ન ના બંધન માં? આ એક્ટરે કર્યો દાવો

Kangana ranaut: પરિણીતી બાદ હવે બોલિવૂડ ક્વીન કંગના રનૌત લગ્ન કરવા જઈ રહી છે. ડિસેમ્બર 2023માં તેની સગાઈ એક બિઝનેસમેન સાથે થવાની છે.. આ વાતનો દાવો બોલિવૂડ એક્ટર કેઆરકે એ કર્યો છે.

krk said after parineeti chopra wedding kangana ranaut is going to get married

krk said after parineeti chopra wedding kangana ranaut is going to get married

News Continuous Bureau | Mumbai

 Kangana ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજકાલ તેની આગામી ફિલ્મ ચંદ્રમુખી-2ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેના લગ્નના સમાચાર પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર અને ફિલ્મ સમીક્ષક કમાલ રાશિદ ખાને દાવો કર્યો છે કે પરિણીતી ચોપરા બાદ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ લગ્ન કરવા જઈ રહી છે. અભિનેતાએ એવો પણ દાવો કર્યો છે કે કંગના એપ્રિલ 2024 માં સાત ફેરા લેશે..

Join Our WhatsApp Community

 

એપ્રિલ 2024 માં લગ્ન કરશે કંગના – કમાલ ખાન 

કમાલ રાશિદ ખાને તાજેતરમાં ટ્વીટ કર્યું, “બ્રેકિંગ ન્યૂઝઃ- અભિનેત્રી કંગના રનૌત ડિસેમ્બર 2023માં એક બિઝનેસમેન સાથે સગાઈ કરવા જઈ રહી છે. તેઓ એપ્રિલ 2024 માં લગ્ન કરશે! તેને અગાઉથી અભિનંદન!” હવે KRKનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.જોકે, થોડા સમય પહેલા કંગના રનૌતે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “દરેક વસ્તુનો સમય હોય છે અને જો તે સમય મારા જીવનમાં આવવાનો છે તો તે આવશે. મારે લગ્ન કરવા છે અને મારો પોતાનો પરિવાર હશે. પરંતુ તે યોગ્ય સમયે થશે.”

 કંગના રનૌત નું વર્ક ફ્રન્ટ 

હાલમાં, કંગના રનૌત તેની ફિલ્મ ચંદ્રમુખી-2 માં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ 2005માં આવેલી તમિલ ફિલ્મ ‘ચંદ્રમુખી’ની સિક્વલ છે. આ ફિલ્મ સિવાય કંગના  ‘તેજસ’ માં જોવા મળશે, જે 20 ઑક્ટોબરે રિલીઝ થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Parineeti and raghav wedding: ઉદયપુર માં લગ્ન કર્યા બાદ પરિણીતી અને રાઘવ કરશે એક નહીં પરંતુ બે રિસેપ્શન પાર્ટી નું આયોજન, જાણો કોણ કોણ આપશે હાજરી

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version