News Continuous Bureau | Mumbai
ભારતમાં રહેવાનો ડર લાગે છે એવી ટિપ્પણી કરનારા બોલીવુડના પરફેક્શનિસ્ટ(Bollywood's perfectionist) તરીકે ઓળખાતા આમીર ખાનને(Aamir Khan) લોકોએ બરોબરનો પાઠ ભણાવ્યો છે. તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા(Laal Singh Chadha) ફ્લોપ ગઈ છે. પહેલેથી જ ફિલ્મને બોયકોટ(boycott ) કરવાની સોશિયલ મીડિયા (social media) પર લોકોએ ઝુંબેશ ધરી હતી. ફિલ્મને નબળો રિસ્પોન્સ(Poor response) મળ્યો છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુઝરે આમીર ખાન બેઠો હોય અને થિયેટર ખાલી હોય એવો ફોટો પોસ્ટ કર્યો છે, જેના પર લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ અને આમીર ખાન પર જાત જાતના મીમ્સ(Memes) બની રહ્યા છે. ફિલ્મને બોયકોટ કરવાની લોકોની ઝુંબેશ ખરી ઠરી છે.

થિયેટરોમાં(theaters) પણ ખાલી જઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મિડિયા પર એક આમીર ખાન થિયેટરમાં બેઠો અને તેની સાથે તેના સહકલાકાર પણ બેઠા છે. પરંતુ થિયેટર આખું ખાલી છે એવો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરનારે એવો દાવો કર્યો છે કે ફોટો ફિલ્મના પ્રીમિયર શોનો છે, જેમાં લગભગ અડધું થિયેટર ખાલી છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો
ફોટો શેર કરવાની સાથે જ અનેક લોકોએ તેના પર કમેન્ટ પણ કરી છે. લાલ સિંહ ચઢ્ઢા ઉર્ફ આમિર ખાનની ફિલ્મને બોયકોટ કરો, ફિલ્મ ફ્લોપ જતા દિલ ખુશ થઈ ગયું, ‘બેટરી ડાઉન, લાલ સિંહ ચઢ્ઢીની બજી બેંડ’ જેવી જાત જાતની લોકો કમેન્ટ કરી રહ્યા છે.