News Continuous Bureau | Mumbai
Lakshadweep vs Maldives controversy FWICE: પીએમ મોદી ના લક્ષદ્વીપ ની મુલાકાત બાદ તેમની મુલાકાત ની શેર કરેલી તસવીરો પર માલદીવના એક મંત્રી એ તેના પર વાંધાજનક ટિપ્પણી કરી હતી ત્યારથી લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર #boycott maldives ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ તમામ ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં તેમનું શૂટિંગ બુકિંગ રદ કરવાની અપીલ કરી છે. FWICE એ એક પ્રેસ રિલીઝ જારી કરી છે, જેમાં ફિલ્મ નિર્માતાઓને ભારતમાં લક્ષદ્વીપ જેવા સ્થળોએ શૂટિંગ કરવા અને ભારતમાં પ્રવાસન ના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યું છે.
FWICE એ જારી કરી પ્રેસ રિલીઝ
ફેડરેશને તેની પ્રેસ રિલીઝ માં લખ્યું છે કે, “માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને પગલે તણાવનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં, મીડિયા અને ઉદ્યોગમાં કામ કરતા કામદારો, ટેકનિશિયન અને કલાકારોના સૌથી જૂના ફેડરેશન FWICE એ નિર્ણય લીધો છે. FWICE વૈશ્વિક સ્તરે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના પ્રધાનોની બેજવાબદાર અને ખોટી ટિપ્પણીની નિંદા કરે છે અને માલદીવનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરે છે. FWICE તેના સભ્યોને અપીલ કરે છે કે તેઓ માલદીવના સ્થળો પર શૂટિંગ કરવાને બદલે ભારતમાં સમાન સ્થળોએ શૂટિંગ કરે અને પર્યટનના વિકાસમાં યોગદાન આપે. વધુમાં, વિશ્વભરના નિર્માતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માલદીવમાં કોઈ પણ શૂટિંગનું આયોજન ન કરે. આપણે બધા આપણા પીએમ અને દેશની સાથે ઉભા છીએ.”
View this post on Instagram
FWICE દ્વારા માલદીવ નો બહિષ્કાર કરવા ના નિર્ણયે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : Janhvi kapoor: લક્ષદ્વીપ કોન્ટ્રોવર્સી માં પીએમ મોદી ના સમર્થન માં આવી જ્હાન્વી કપૂર, બિકીની તસવીર શેર કરી કહી આ વાત