Site icon

Drishyam 3: અજય દેવગનની ‘દ્રશ્યમ 3’ વિવાદમાં, જીતુ જોસેફ તરફથી કાનૂની પગલાં ની ચેતવણી, જાણો શું છે સમગ્ર મામલો

Drishyam 3: ‘દ્રશ્યમ 3’ના હિન્દી વર્ઝનને લઈને જીતુ જોસેફે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી, ક્લાઈમેક્સ પણ લખાઈ ગયો

Legal Trouble for Ajay Devgn Drishyam 3 Director Jeethu Joseph Warns of Action

Legal Trouble for Ajay Devgn Drishyam 3 Director Jeethu Joseph Warns of Action

News Continuous Bureau | Mumbai

Drishyam 3: અજય દેવગન ની આગામી ફિલ્મ ‘દ્રશ્યમ 3’ રિલીઝ પહેલા જ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. મલયાલમ  ફિલ્મના ડિરેક્ટર જીતુ જોસેફ એ હિન્દી વર્ઝનના મેકર્સને કાનૂની પગલાં લેવાની ચેતવણી આપી છે. જીતુએ જણાવ્યું કે હિન્દી અને મલયાલમ વર્ઝન સાથે મળીને બનાવવાની વાત થઈ હતી, પણ હિન્દી સાઈડે પોતાનું કામ આગળ ધપાવવાનું શરૂ કરી દીધું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Saiyaara box office collection: મોટા પડદે છવાયો અહાન પાંડે, મોહિત સુરી ની ફિલ્મે પ્રથમ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી

જીતુ જોસેફે આપી કાનૂની પગલાં ની ચેતવણી

એક મીડિયા હાઉસ  સાથેની વાતચીતમાં જીતુ જોસેફે જણાવ્યું કે હિન્દી વર્ઝનના મેકર્સે ‘દ્રશ્યમ 3’ માટે પહેલ કરી છે, જ્યારે મલયાલમ સાઈડે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. જીતુએ સ્પષ્ટ કહ્યું કે જો હિન્દી વર્ઝન આગળ વધશે તો તેઓ કાનૂની પગલાં લેશે. આ નિવેદનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.જીતુ જોસેફે એક કોલેજ કાર્યક્રમમાં જણાવ્યું કે તેમણે ‘દૃશ્યમ 3’નું ક્લાઈમેકસ લખી લીધું છે. તેઓએ કહ્યું કે તેઓ દરરોજ સવારે 3:30 વાગ્યે લખવાનું શરૂ કરે છે અને ગઈકાલે રાત્રે તેમણે ક્લાઈમેકસ લખી લીધું. આ લખાણ દરમિયાન તેઓ પર દબાણ અનુભવતા હતા. મલયાલમ વર્ઝન માટે આ વર્ષે અંતે શૂટિંગ શરૂ થઈ શકે છે.


‘દ્રશ્યમ’  ફ્રેન્ચાઈઝી 2013માં મલયાલમ ભાષામાં શરૂ થઈ હતી. જેમાં જ્યોર્જ કૂટ્ટી નામનો કેબલ ઓપરેટર પોતાની દીકરીને બચાવવા માટે એક હત્યાની ઘટના છુપાવે છે. આ જ વાર્તા હિન્દી ભાષામાં અજય દેવગન સાથે રજૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં બે ભાગ આવી ચૂક્યા છે અને હવે ત્રીજા ભાગની રાહ જોવાઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version