Site icon

Love and war: સંજય લીલા ભણસાલી ની ‘લવ એન્ડ વોર’ માં પહેલીવાર જામશે રણબીર,આલિયા અને વિકી ની તિકડી, રિલીઝ ની ડેટ પણ થઇ જાહેર

Love and war: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્ર માં જોવા મળ્યા હતા, આ જોડી એ ફિલ્મ માં કમાલ કરી હતી હવે ફરી આ જોડી સંજય લીલા ભણસાલી ની ફિલ્મ માં સાથે આવી રહી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ માં માત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જ નહીં વિકી કૌશલ પણ જોવા મળશે

love and war sanjay leela bhansali announce film with ranbir kapoor alia bhatt and vicky kaushal

love and war sanjay leela bhansali announce film with ranbir kapoor alia bhatt and vicky kaushal

News Continuous Bureau | Mumbai

Love and war: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને બોલિવૂડ નું પાવર  આવે છે. આ કપલે બ્રહ્માસ્ત્ર માં સાથે કામ કર્યું  હતું.હવે ફરી એકવાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે કામ કરવા જઈ રહ્યા છે પરંતુ આ  વખતે તેમની સાથે  વિકી કૌશલ પણ હશે. ત્રણેય સ્ટાર સંજય લીલા ભણસાળી ની ફિલ્મ લવ એન્ડ વોર માં સાથે જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ ક્રિસમસ 2025 નક્કી કરવામાં આવી છે. આલિયા ભટ્ટ અને વિકી કૌશલે તેમના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ નું  એક પોસ્ટર રિલીઝ કરીને આની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Ranbir kapoor Ram mandir: રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ગુપચુપ એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના સાથે સેલ્ફી લઇ રહેલા રણબીર કપૂર નું થઇ ગયું પોપટ! પત્ની આલિયા ભટ્ટે જોતા જ કર્યું આ કામ, મજેદાર વિડીયો થયો વાયરલ

 

લવ એન્ડ વોર ની વાર્તા 

મીડિયા રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત પ્રેમકથા છે. આ માટે નિર્દેશક નવેમ્બર 2024 ની આસપાસ મેરેથોન શેડ્યૂલ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ વિશે વધુ વિગતો સામે આવી નથી  પરંતુ રણબીર, આલિયા અને વિકી ત્રણેય આ પ્રેમ કથા પર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.


લવ એન્ડ વોર માં પહેલીવાર રણબીર, આલિયા અને વિકી જોવા મળશે.  રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી, ત્રણેય અનુભવી કલાકારો છે અને આ ત્રણેયને સ્ક્રીન પર જોવા ચાહકો માટે રોમાંચક રહેશે. આલિયા અને રણબીર આ પહેલા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીએ ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. જયારે કે આલિયા એ વિકી સાથે ફિલ્મ રાઝી માં સાથે કામ કર્યું છે તેમજ વિકી અને રણબીરે ફિલ્મ સંજુ માં સાથે કામ કર્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version