Site icon

રશ્મિકા મંદન્ના ના ગીત સામી સામી પર કર્યો માધુરી દીક્ષિતે ડાન્સ-પુષ્પા ફેમ અભિનેત્રીએ ઝલક દિખલા જાના સ્ટેજ પર ધક ધક ગર્લ ને લઇ ને કહી આવી વાત 

News Continuous Bureau | Mumbai

સાઉથ ફિલ્મ અભિનેત્રી(South film actress) રશ્મિકા મંદન્ના(Rashmika Mandanna) આ દિવસોમાં બોલિવૂડમાં(Bollywood) પોતાની ડેબ્યૂને મોટા પાયે સફળ બનાવવામાં વ્યસ્ત છે. અભિનેત્રી રશ્મિકા મંદન્ના તેની ફિલ્મ ‘ગુડબાય’ના(Goodbye) પ્રમોશનમાં(promotion) વ્યસ્ત છે. જેના કારણે અભિનેત્રી ટીવી રિયાલિટી શોમાં(TV reality Show) જોરદાર ભાગ લઈ રહી છે. તાજેતરમાં, અભિનેત્રી માધુરી દીક્ષિતના(Actress Madhuri Dixit) લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા(jhalak dikhhla jaa) 10’ ના સેટ પર પહોંચી હતી. જ્યાં અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પા’(Pushpa) ના સુપરહિટ ગીત સામી-સામી(Superhit song Sami-Sami) પર જોરદાર ડાન્સ કર્યો હતો. મેકર્સ દ્વારા આનો જબરદસ્ત પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમો હાલમાં ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. રશ્મિકા મંદન્ના સાથે માધુરી દીક્ષિતની જુગલબંધી નજરે પડી રહી છે. તેમજ આ ડાન્સમાં માધુરી દીક્ષિત અભિનેત્રી રશ્મિકા મંદન્ના પર ભારે લાગી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર- આ મહિને શો માં વાપસી કરી શકે છે દયાબેન- જાણો અપડેટ અહીં 

પ્રોમોમાં બંનેની ખૂબ જ શાનદાર જુગલબંધી જોવા મળી રહી છે. ચાહકો પણ તેમની વચ્ચેના સુંદર બોન્ડને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન રશ્મિકા મંદન્નાએ પણ ખુલાસો કર્યો હતો કે તે માધુરી દીક્ષિતના કારણે જ અભિનેત્રી બની હતી. ‘ઝલક દિખલા જા 10’ ના નવા પ્રોમોમાં રશ્મિકા કહેતી જોવા મળી રહી છે કે આજે "તમારા કારણે હું અભિનેતા છું".આ વિશે વાત કરતાં રશ્મિકા આગળ કહે છે કે હું તમારી કોપી કરતી હતી, તમારો ડાન્સ કરતી હતી. મને લાગે છે કે આજ કારણસર હું અહીં સુધી પહુંચી  છું. રશ્મિકાએ પોતાના શબ્દોથી બધાના દિલ જીતી લીધા. પ્રોમોમાં જોઈ શકાય છે કે માધુરી દીક્ષિત પણ રશ્મિકા મંદન્નાને ગળે લગાવતી જોવા મળી રહી છે. ઝલક દિખલા જાનો આ એપિસોડ શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. પરંતુ શોનો પ્રોમો જોયા બાદ દર્શકોમાં વધુ ઉત્તેજના જોવા મળી રહી છે.

 

Tara Sutaria and Veer Pahariya: બોલિવૂડમાં વધુ એક બ્રેકઅપ! શું તારા સુતારિયા અને વીર પહાડીયા ના સંબંધોમાં પડી તિરાડ? કારણ જાણી ફેન્સ થયા હેરાન
The Raja Saab Box Office: બોક્સ ઓફિસ પર ‘રાજા સાબ’ ની સુનામી: એડવાન્સ બુકિંગમાં પ્રભાસે ‘ધુરંધર’ ને પછાડી, પહેલા જ દિવસે તોડશે અનેક રેકોર્ડ
De De Pyaar De 2 OTT Release: ‘દે દે પ્યાર દે 2’ OTT પર મચાવશે ધમાલ: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે અજય દેવગન-રકુલ પ્રીતની ફિલ્મ
Vicky-Katrina Son Connection With Uri: વિહાન અને ‘ઉરી’ વચ્ચે છે આ અતૂટ સંબંધ! ડાયરેક્ટર આદિત્ય ધરે ખુલાસો કરતા ફેન્સ થયા ભાવુક
Exit mobile version