Site icon

‘કાચા બદામ’ પર આ અભિનેતા સાથે ડાન્સ કરતી જોવા મળી માધુરી દીક્ષિત,વિડીયો જોઈ ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જુઓ વિડીયો, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર રોજેરોજ આવો કોઈક ટ્રેન્ડ બનતો રહે છે, જેના પર સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઓ રીલ બનાવતા જોવા મળે છે. 'કાચા બદામ' ગીત સાથે પણ કંઈક આવું જ થયું છે. માધુરી દીક્ષિત પણ 'કાચા બદામ' ગીતની ફેન બની ગઈ છે. માધુરી ફિલ્મોની સાથે સાથે ટીવી શોમાં પણ વ્યસ્ત છે.આ સિવાય તેના OTT ડેબ્યુ શો 'ધ ફેમ ગેમ'માં તેના કામની પ્રશંસા થઈ રહી છે. માધુરીએ 'કાચા બદામ' ગીત પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ ગીતમાં અભિનેતા રિતેશ દેશમુખે તેને સાથ આપ્યો હતો.

Join Our WhatsApp Community

વીડિયોની સાથે માધુરીએ કેપ્શનમાં લખ્યું, 'બહુ મજેદાર હતું, નહીં? મારી સાથે જોડાવા બદલ રિતેશ તમારો ખૂબ ખૂબ આભાર? કોમેન્ટમાં રિતેશ લખે છે, 'ખરેખર મજા આવી. મારા માટે હંમેશા નસીબદાર બાબત છે…'માધુરીએ ગ્રીન અને સિલ્વર કલરનો લહેંગા પહેર્યો છે.જયારે કે રિતેશ બ્લેક કલર ના આઉટ ફિટ માં જોવા મળી રહ્યો છે. આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. માધુરી ના ચાહકો કમેન્ટ સેકશન માં કમેન્ટ કરી રહ્યા છે. માધુરીના એક પ્રશંસકે લખ્યું, 'અમેઝિંગ એક્સપ્રેશન્સ મેડમ.' અન્ય એક યુઝર્સે લખ્યું, 'તમે ગોર્જીયસ દેખાઈ રહ્યા છો.’ 

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ના આ અભિનેતા વિશે વાત કરતી વખતે ભાવુક થયા 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્દેશક, એક્ટર ને લઇ ને કહી આવી વાત; જાણો વિગત

માધુરી દીક્ષિતની વેબ સિરીઝ 'ધ ફેમ ગેમ' તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. તેમાં સંજય કપૂર અને માનવ કૌલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. ફિલ્મમાં માધુરીની સાથે વરુણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત મહત્વની ભૂમિકામાં હતા.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version