Site icon

ભાડાના ઘરમાંથી પોતાના ઘરમાં શિફ્ટ થશે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત-અધધ આટલા કરોડ ચૂકવીને મુંબઈમાં ખરીદ્યો ફ્લેટ

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સ પોતાના માટે નવા ઘર ખરીદી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (TheKashmir files)ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ મુંબઈમાં(Mumbai) એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હવે જો અહેવાલો નું માનીએ તો માધુરી દીક્ષિતે(Madhuri Dixit) પણ પોતાના માટે એક ફ્લેટ ખરીદ્યો છે. સમાચાર મુજબ માધુરીએ નવરાત્રીના અવસર પર એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેણે મુંબઈના(Mumbai) લોઅર પરેલ(lower parel) વિસ્તારમાં આવેલા આ એપાર્ટમેન્ટ માટે 48 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ મિલકતની રજિસ્ટ્રી 28 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. 53મા માળે આવેલો આ એપાર્ટમેન્ટ 5,384 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ એપાર્ટમેન્ટની સાથે તેમને સાત કાર પાર્કિંગ સ્લોટ પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં માધુરીએ મુંબઈમાં ત્રણ વર્ષ માટે 12.5 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડા (rent)પર ઘર લીધું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ તેના ઘરે શિફ્ટ થઈ જશે.

Join Our WhatsApp Community

બોલિવૂડ પર લાંબા સમય સુધી રાજ કરનાર માધુરી દીક્ષિત ઘણા સમયથી સિલ્વર સ્ક્રીન(silver screen) પર જોવા મળી નથી. તે છેલ્લે કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલંક’(Kalank)માં જોવા મળી હતી. ત્યારબાદ તેને  વેબ સિરીઝમાં કામ કરવાનું શરૂ કર્યું. તેની વેબ સિરીઝ ‘મઝામાં’ (Majama)6 ઓક્ટોબરે OTT પર રિલીઝ થઈ રહી છે. આ પહેલા તે વેબ સિરીઝ ‘ફેમ ગેમ’ માં જોવા મળી હતી. માધુરી આ દિવસોમાં પોતાની વેબ સિરીઝનું પ્રમોશન(promotion) કરી રહી છે. આજની સ્થિતિ વિશે વાત કરતા માધુરીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હવે સમય ઘણો બદલાઈ ગયો છે. આમ તો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ભૂતકાળમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા પર ફિલ્મો બની છે, પરંતુ તે સમયે આવી ફિલ્મો બહુ ઓછી બની છે. પરંતુ હવે મહિલાઓને પોતાને સાબિત કરવાની તક મળી રહી છે. મહિલાઓ માટે આ સમય ઘણો સારો છે. હવે ફિલ્મોમાં પણ મહિલાઓનું મહત્વ વધી ગયું છે.

આ સમાચાર પણ વાંચો : સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંડન્નાએ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની શેર કરી તસવીર-મેગાસ્ટાર સાથે કામ કરવાનો શેર કર્યો અનુભવ

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત આ દિવસોમાં ઘણી વ્યસ્ત છે. એક તરફ તે તેની વેબ સિરીઝ’ મઝામાં’નું પ્રમોશન કરી રહી છે તો બીજી તરફ તે ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’(Jhalak Dikhla ja)ને જજ પણ કરી રહી છે. માધુરીએ પોતાના કરિયરમાં એકથી વધુ બ્લોક બસ્ટર ફિલ્મોમાં કામ કર્યું હતું. એક સમય હતો જ્યારે બોલિવૂડમાં તેનો જ સિક્કો ચાલતો હતો. પછી તે લગ્ન કરીને ફિલ્મોને અલવિદા કહીને અમેરિકા(America) શિફ્ટ થઈ ગઈ. પછી તે વર્ષો પછી ઇન્ડસ્ટ્રીમાં પાછી આવી, જો કે, તે ફરીથી પોતાનો જુસ્સો બતાવવામાં સફળ ન થઈ શકી.

Border 2 Box Office Collection Day 4: સની દેઓલની ‘બોર્ડર ૨’ એ ૪ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો, પહેલા સોમવારે ₹૫૯ કરોડના ઐતિહાસિક કલેક્શન સાથે નવો રેકોર્ડ
Dhurandhar Box Office: ‘ધુરંધર’ એ રચ્યો ઈતિહાસ: ભારતમાં જ ૧૦૦૦ કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની; રણવીર સિંહે બાહુબલી 2 અને દંગલના રેકોર્ડને આપી ટક્કર
SRK Iconic Song: એક જ વીડિયોમાં ૫ અવતાર! શાહરૂખ ખાનના આ હિટ ગીતે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ; ૧૮ વર્ષ બાદ પણ વ્યૂઝનો આંકડો જોઈને ચોંકી જશો
Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version