News Continuous Bureau | Mumbai
તાજેતરમાં, ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેના 50માં જન્મદિવસની (Karan Johar birthday party)ભવ્ય ઉજવણી કરી હતી. તેમની પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે (Bollywood stars)હાજરી આપી અને રંગ જમાવ્યો. કરણની આ જબરદસ્ત બર્થડે પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સેલેબ્સ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી રહ્યા છે. હવે આ ક્રમમાં અભિનેત્રી માધુરી દીક્ષિતે પાર્ટીની(Madhuri Dixit share photo) એક તસવીર શેર કરી છે, જેને જોઈને ચાહકો જોરદાર કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
માધુરીએ તેના ઇન્સ્ટાગ્રામ (Madhuri Dixit Instagram) પર તેના જન્મદિવસની પાર્ટીની જે તસવીર શેર કરી છે, તેમાં પતિ શ્રીરામ નેને, બોલિવૂડના દબંગ ખાન,(Salman Khan) શાહરૂખ ખાન (Shahrukh Khan) અને તેની પત્ની ગૌરી ખાન (Gauri Khan) તેની સાથે જોવા મળે છે. આ તસવીર શેર કરતાં માધુરી દીક્ષિતે કેપ્શનમાં લખ્યું છે કે, વાત કરવા માટે ઘણું બધું છે, નહીં? માધુરીએ શેર કરેલી આ તસવીર જોયા બાદ એક ફેને લખ્યું, 'બધા લેજેન્ડ એક ફ્રેમમાં. તેવી જ રીતે, અન્ય એક પ્રશંસકે પણ લખ્યું, આહ, અત્યાર સુધીની શ્રેષ્ઠ તસવીર. આ સિવાય અન્ય યુઝર્સ પણ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: રિલીઝ પહેલા અક્ષય કુમાર ની ફિલ્મ પૃથ્વીરાજ નું થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ, આ કેન્દ્રીય મંત્રી થશે સામેલ
કરણના જન્મદિવસની તસવીરો અને વીડિયો(Karan Johar birthday party photos viral) હાલ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. આ પાર્ટીમાં રણવીર સિંહ, તમન્ના ભાટિયા, જાહ્નવી કપૂર, કાજોલ, મલાઈકા, કરીના, અમૃતા અરોરા, રિતિક રોશન, ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતા જેવા ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ આવ્યા હતા.