Site icon

જયારે માધુરી દીક્ષિતને ત્રણેય ખાન સાથે કામ કરવાનો અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે તાજેતરમાં જ 'ધ ફેમ ગેમ'થી ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. 90ના દાયકામાં માધુરીએ બોલિવૂડના લગભગ તમામ કલાકારો સાથે કામ કર્યું છે. તેણે તાજેતરમાં એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.

Join Our WhatsApp Community

શાહરૂખ ખાન વિશે વાત કરતાં માધુરીએ કહ્યું કે, SRK ખૂબ જ નમ્ર વ્યક્તિ છે, તે હંમેશા પૂછે છે કે શું તમે કમ્ફર્ટેબલ છો. તે બીજાઓની ખૂબ કાળજી લે છે. માધુરીએ શાહરૂખ સાથે 'દિલ તો પાગલ હૈ', 'કોયલા', 'દેવદાસ' અને 'અંજામ' જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. 

માધુરીએ સલમાન ખાનને ખૂબ જ તોફાની કહ્યો હતો. તેણે કહ્યું કે તે ઓછું બોલે છે, પરંતુ એકદમ તોફાની છે. તેનોપોતાનો એક સ્વેગ છે. સલમાન ખાન અને માધુરીની જોડી ફેમસ કપલ્સમાંથી એક રહી છે. આ બંનેએ 'હમ આપકે હૈ કૌન' અને 'સાજન' જેવી ફિલ્મો કરી છે.

અક્ષય કુમાર વિશે માધુરીએ કહ્યું કે તે ઘણી પ્રેરણા આપે છે, તે હંમેશા પોતાના કામથી પોતાને સાબિત કરવા માંગે છે. તે સેટ પર પ્રેક્ટિકલ જોકર હતો. સૈફ વિશે વાત કરતાં માધુરીએ કહ્યું કે તેના વન-લાઇનર્સ ખૂબ જ ફની છે. માધુરીએ વર્ષ 1999માં અક્ષય અને સૈફ સાથે ફિલ્મ આરઝૂમાં કામ કર્યું હતું.

માધુરીએ 'કમબેક' શબ્દ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, “મેં ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી નથી. એક-બે વર્ષના અંતરાલ પછી જ્યારે મેં ફિલ્મ કરી ત્યારે પણ મને કહેવામાં આવ્યું કે હું પુનરાગમન કરી રહી  છું. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાછી  ફરીશ, જ્યારે મેં ક્યારેય આ  દુનિયા છોડી જ ન હતી.  લગ્ન પછી મેં દેવદાસ (2002)માં કામ કર્યું હતું.અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે તેમને પુત્ર હતો ત્યારે તેણે થોડા વર્ષો સુધી કામ કર્યું ન હતું.તેણે કહ્યું કે જ્યારે કોઈ હીરો આવું કરે છે ત્યારે તે કહેવામાં આવતું નથી. આમિર ખાન વિશે વાત કરતાં માધુરીએ કહ્યું, ‘ક્યારેક આમિર ખાનની ફિલ્મો બે-ત્રણ વર્ષ સુધી રિલીઝ થતી નથી. પરંતુ કોઈ એવું કહેતું નથી કે તેણે પુનરાગમન કર્યું છે."

આ સમાચાર પણ વાંચો : તેજસ્વી પ્રકાશ બાદ ‘બિગ બોસ 15’ ના આ કન્ટેસ્ટન્ટ પર મહેરબાન થઇ એકતા કપૂર, ઓટ્ટ પર ઓફર કર્યો નવો શો; જાણો વિગત

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version