ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ ઑગસ્ટ ૨૦૨૧
સોમવાર
ભૂષણકુમારે કેટલાક દિવસ પહેલાં જાહેર કર્યું હતું કે તે સરોજ ખાનની બાયોપિક પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે. પહેલાં રેમો ડી’સોઝા આ ફિલ્મનું નિર્દેશન કરવા માગતા હતા, પરંતુ ભૂષણકુમાર કોઈ બીજા નિર્દેશકને આ કામ સોંપવા માગે છે.
એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં રેમો ડી’સોઝાએ કહ્યું હતું કે ‘’હા, મેં સરોજ ખાન સામે તેમની બાયોપિક બનાવવાની ઇચ્છા જાહેર કરી હતી. મેં તેમની દીકરી સુકન્યા સાથે પણ વાત કરી હતી. હવે કોઈ દુઃખ નથી. બધું બરાબર છે. આ એક પરિવારનો નિર્ણય છે. મને લાગે છે કે ભૂષણજી જલદી આના વિષે નિર્ણય કરશે કે કોણ આ બાયોપિકનું નિર્દેશન કરશે.’’
દિશા વાકાણીએ માધુરી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરેલું, એ તમને ખબર છે? જાણો વિગત
સરોજ ખાનની દીકરી સુકન્યાએ જણાવ્યું કે ભૂષણકુમારે તેનો સંપર્ક કર્યો હતો. તે આગળ કહે છે કે તેમણે અમને ફિલ્મના રાઇટ્સ માટે સંપર્ક કર્યો હતો. તેમણે માતાના નિધનના છ મહિના પછી અમારી સાથે વાત કરી હતી. મારા ભાઈ રાજુ ખાનને લાગ્યું કે તેઓ અમારી માતાની બાયોપિક બનાવવા માટે યોગ્ય વ્યક્તિ છે. તેઓ જલદીથી ફિલ્મો બનાવે છે. અમે પણ ઇચ્છા રાખીએ છીએ કે મમ્મીની વાર્તા જલદી જ પડદા ઉપર આવે. દિલચસ્પ વાત એ છે કે સુકન્યાએ ભૂષણકુમારને કહ્યું કે જો તેઓ માધુરી દીક્ષિતને પડદા ઉપર તેની માતાની વાર્તા નરેટ કરવા માટે કહે તો બહુ સારું થશે. તે કહે છે કે માધુરી અને મારી માતા વચ્ચે ખાસ સંબંધ હતો. અમે ફિલ્મના શૂટિંગ પહેલાં સ્ક્રિપ્ટ પર એક નજર નાખવા માટે ઇચ્છા રાખીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ વાર્તા સચ્ચાઈની નજીક હોય. વધુમાં જણાવવાનું કે સરોજ ખાનનું નિધન 3 જુલાઈ, 2020માં મુંબઈમાં થયું હતું.