Madhuri Dixit Mrs Deshpande Viewership: માધુરી દીક્ષિતનો OTT પર દબદબો: ‘મિસીસ દેશપાંડે’ એ રચ્યો ઈતિહાસ, આ સિરીઝ ને પાછળ છોડી બની નંબર વન વેબ સીરીઝ

Madhuri Dixit Mrs Deshpande Viewership: ૪.૨ મિલિયન વ્યૂઅરશીપ સાથે માધુરીની સીરીઝે મચાવી ધૂમ; જિયો હોટસ્ટાર પર રિલીઝ થયેલા આ શોએ વૈશ્વિક સ્તરે મેળવી સફળતા, જાણો ટોપ-૫ લિસ્ટ

by Zalak Parikh
Madhuri Dixit’s 'Mrs Deshpande' tops OTT charts with 4.2M views; Beats 'Stranger Things 5' to become No. 1 web series.

News Continuous Bureau | Mumbai

Madhuri Dixit Mrs Deshpande Viewership: ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ Jio Hotstar પર રિલીઝ થયેલી માધુરી દીક્ષિતની વેબ સીરીઝ ‘મિસીસ દેશપાંડે’ એ OTT પર પણ રેકોર્ડ બનાવ્યો છે. ૨૨ થી ૨૮ ડિસેમ્બરના સપ્તાહમાં આ શો ૪.૨ મિલિયન વ્યૂઝ સાથે ટોચ પર રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે હોલીવુડના સુપરહિટ શો ‘Stranger Things’ સીઝન ૫ ને પણ મ્હાત આપી છે. નાગેશ કુકુનૂર દ્વારા નિર્દેશિત આ સીરીઝમાં માધુરી દીક્ષિતનો દમદાર અંદાજ પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Movie Secrets: રણવીર સિંહના લુક માટે ડિઝાઈનરનો અનોખો પ્રયોગ; ‘ધુરંધર’માં કપડાં જૂના દેખાડવા કર્યો આ વસ્તુ નો ઉપયોગ

માધુરીની ‘મિસીસ દેશપાંડે’ સૌથી આગળ

માધુરી દીક્ષિતે ‘ધ ફેમ ગેમ’ બાદ આ તેની બીજી વેબ સીરીઝ દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. મજબૂત વાર્તા અને માધુરીના પર્ફોર્મન્સને કારણે આ શોને ૪.૨ મિલિયન વ્યૂઅરશીપ મળી છે. ભલે વિવેચકોના મિશ્ર પ્રતિસાદ મળ્યા હોય, પરંતુ પ્રેક્ષકોમાં આ શોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.ઓરમેક્સ લિસ્ટમાં બીજા નંબરે હોલીવુડનો લોકપ્રિય શો ‘Stranger Things’ સીઝન ૫ રહ્યો છે, જેને ૩.૩ મિલિયન વ્યૂઝ મળ્યા છે. ત્રીજા સ્થાને કુણાલ ખેમુની સીરીઝ ‘સિંગલ પાપા’ (૧.૮ મિલિયન વ્યૂઝ) રહી છે. ચોથા અને પાંચમા ક્રમે અનુક્રમે મલયાલમ સીરીઝ ‘ફાર્મા’ અને એમેઝોન પ્રાઇમની ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ સીઝન ૪ એ સ્થાન મેળવ્યું છે.


નાગેશ કુકુનૂરના નિર્દેશનમાં બનેલી આ સીરીઝ માધુરીના ફેન્સ માટે નવા વર્ષની મોટી ટ્રીટ સાબિત થઈ રહી છે. ઈમોશનલ કનેક્ટ અને દમદાર સ્ક્રિપ્ટે આ શોને દેશભરમાં નંબર ૧ બનાવી દીધો છે. માધુરીના આ OTT ધમાકાએ સાબિત કર્યું છે કે કન્ટેન્ટ જો સારું હોય, તો ભારતીય શો ગ્લોબલ શોને પણ ટક્કર આપી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More