News Continuous Bureau | Mumbai
Sukesh chandrashekhar: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાત એમ છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે નવો પ્રેમ પત્ર મોકલ્યો છે. છેતરપિંડીના આરોપમાં જેલમાં બંધ સુકેશ બોલિવૂડની દિવા જેકલીન માટે વારંવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે. અત્યાર સુધી સુકેશે જેકલીનને જેલમાંથી ઘણા લવ લેટર મોકલ્યા છે. આ વખતે પણ સુકેશે જેલમાંથી અભિનેત્રી માટે લવલેટર લખ્યો છે.
સુકેશે લખ્યો જેકલીન ને લવ લેટર
થોડા સમય પહેલા મહા ઠગ સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝ ડેટિંગની અફવાઓ સામે આવી હતી. જોકે, અભિનેત્રીએ સુકેશ સાથેના કોઈપણ સંબંધનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સુકેશ જેલમાંથી પ્રેમ પત્રો લખીને જેકલીન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. નવરાત્રિ પર સુકેશે જેકલીનને એક ખાસ સંદેશ મોકલ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે જેકલીન માટે નવ દિવસ ઉપવાસ કરશે. તેનાથી બંને વચ્ચેની બાબતોનું સમાધાન થશે. સાથે જ જેકલીનના જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે. આ સિવાય સુકેશે નવરાત્રી પછી મા વૈષ્ણો દેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં જેકલીન માટે વિશેષ પૂજા આરતીનું આયોજન કરવાનું વચન પણ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ
સુકેશે લેટર માં લખ્યું, બેબી, “તું ‘દોહા શો’માં સુપર હોટ અને સુંદર લાગી રહી હતી. બેબી, મારી બોમ્મા, તારાથી સુંદર કોઈ નથી. બેબી, કારણ કે આવતીકાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, મારા જીવનમાં પહેલીવાર હું ‘તારી સુખાકારી’ માટે અને ખાસ કરીને આપણી આસપાસની નકારાત્મકતાને દૂર કરવા માટે પૂરા 9 દિવસનો ઉપવાસ કરવા જઈ રહ્યો છું. માતા શક્તિના આશીર્વાદથી આપણામાં રહેલી ગેરસમજ દૂર થશે અને સત્યનો વિજય થશે. આપણે ટૂંક સમયમાં એકબીજાની સાથે રહીશું.’સુકેશે વધુમાં લખ્યું કે, “હવે હું તને એક પણ ઘાવ નહીં આવવા દઉં.” બેબી, આ દુનિયાનું કોઈ પણ ‘પાંજરું’ મને તને પ્રેમ કરતા, તારી રક્ષા કરતા અને તારા માટે ઉભા રહેવાથી રોકી શકતું નથી. બેબી, હું જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે, હું તારા માટે જીવું છું અને તારા માટે મરીશ. મારી સિંહણ, મારી શક્તિ, હું તને પાગલપણે પ્રેમ કરું છું.”
 
			         
			         
                                                        