News Continuous Bureau | Mumbai
Shahrukh Khan: કરણ જોહર ની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ‘ને 25 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કાજોલ, શાહરૂખ ખાન અને રાની મુખર્જીની ફિલ્મની સફળતાની ઉજવણી માટે મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ચાહકો ફિલ્મની મજા માણી રહ્યા હતા ત્યારે શાહરૂખ ખાન અને રાની મુખર્જી આવી પહોંચ્યા હતા. સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તેણે ફેન્સને સ્પેશિયલ સરપ્રાઈઝ આપી હતી. રાની અને શાહરૂખની સાથે કરણ જોહર પણ ‘કુછ કુછ હોતા હૈ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.
શાહરુખ ખાન નથી કરણ જોહર નો મિત્ર
ફિલ્મ ની સ્ક્રીનિંગ દરમિયાન શાહરૂખ ખાને કરણ જોહર વિશે વાત કરી હતી. શાહરૂખ ખાને કહ્યું, ‘લોકો વિચારે છે કે હું અને કરણ જોહર મિત્રો છીએ. પણ, કરણ મારા મિત્રનો દીકરો છે.વાસ્તવ માં, હું અને કરણના પિતા યશ જોહર મિત્રો હતા. તેમણે જ આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.કુછ કુછ હોતા હૈ મારા દિલની ખૂબ નજીક છે. આ મારી ખૂબ જ ખાસ ફિલ્મ છે. જ્યારે આ ફિલ્મ પર કામ શરૂ થયું ત્યારે કરણ 23 વર્ષનો હતો. હવે મારો પુત્ર આર્યન 23 વર્ષનો છે. જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને ખૂબ સારું લાગે છે. એવું લાગે છે કે 23 વર્ષ પહેલાં મેં મારા પુત્રને લોન્ચ કર્યો હતો. કારણ કે તે સમયે કરણ નવો હતો અને મેં ઈન્ડસ્ટ્રીમાં મારા પગ જમાવી લીધા હતા.’
“Shah Rukh is Romance itself, he’s Love!” says Rani Mukerji at the special #25YearsOfKKHH screening ❤️🥹@iamsrk#KuchKuchHotaHai #ShahRukhKhan #RaniMukerji #KaranJohar pic.twitter.com/k5gYWiHnie
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) October 15, 2023
રાની મુખર્જી એ શાહરુખ ખાન વિશે કહી આ વાત
ફિલ્મ ના સ્ક્રીનીંગ દરમિયાન રાની એ તેના ચાહકો સાથે વાતચીત કરતા શાહરુખ ખાન વિશે કહ્યું કે, “મારા માટે શાહરુખ રોમાંસ છે, તે પ્રેમ છે અને ,મેં શાહરૂખને પહેલીવાર જોયો ત્યારથી જ પ્રેમ કરું છું કારણ કે તે આ પૃથ્વી પર ચાલનારો સૌથી સુંદર વ્યક્તિ છે. “તે એક દયાળુ વ્યક્તિ છે.” તેણે કરણ જોહરની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કુછ કુછ હોતા હૈનો જાદુ KJOના લેખનને કારણે છે.
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: 20 વર્ષ પછી એક્સ ગર્લફ્રેન્ડ રવીના ટંડન સાથે કામ કરશે અક્ષય કુમાર, અભિનેત્રી વિશે ખિલાડી કુમારે કહી આ વાત