News Continuous Bureau | Mumbai
સુપરસ્ટાર્સની સાથે ચાહકોની નજર પણ તેમના બાળકો પર ટકેલી હોય છે. જેમ જેમ આ સ્ટાર્સના બાળકો થોડા મોટા થાય છે, લોકોને એ જાણવામાં રસ હોય છે કે તેઓ ફિલ્મોમાં પણ કામ કરશે કે નહીં. આ એપિસોડમાં, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની પુત્રી સિતારા હાલમાં હેડલાઇન્સમાં છે. સિતારાએ માત્ર 10 વર્ષની ઉંમરે જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે, તે જાણીને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.
સિતારા એ કરાવ્યું જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ
સિતારાને એક જાણીતી બ્રાન્ડને એન્ડોર્સ કરવાની તક મળી છે. તે હવે જ્વેલરી બ્રાન્ડને એન્ડોર્સ કરશે. 10 વર્ષની સ્ટારે તાજેતરમાં જ આ જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ એડ શૂટ કરવામાં આવી હતી તે જગ્યા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલ્યું. રિપોર્ટ્સ અનુસાર સિતારાને આ એન્ડોર્સમેન્ટ અને કોન્ટ્રાક્ટ માટે મોટી રકમ મળી છે. હવે સિતારા આટલો મોટો કોન્ટ્રાક્ટ મેળવનારી દેશની પ્રથમ સ્ટાર કિડ બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો: ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેન ની તબિયત લથડી, આ કારણે થયા હોસ્પિટલમાં દાખલ
7 વર્ષ ની ઉંમર થી કામ કરી રહી છે સિતારા
તમને જણાવી દઈએ કે સિતારા સાત વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. નાનપણથી જ તેણે યુટ્યુબ વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને કમાણી કરી. કહેવત છે કે મોરનાં ઈંડા ચીતરવા ના પડે . અને સિતારાનું પણ એવું જ છે. બાળપણમાં કમાણી શરૂ કર્યા પછી, સિતારાએ 2020 માં ઇન્સ્ટાગ્રામની દુનિયામાં પગ મૂક્યો અને પ્રભુત્વ જમાવ્યું. અહીં પણ સિતારાના વીડિયોનું વર્ચસ્વ છે. હવે સિતારાની આ નવી જાહેરાત ટૂંક સમયમાં ટીવી પર ઓન-એર થશે. આને લગતી બાકીની વિગતો હજુ સુધી શેર કરવામાં આવી નથી.