News Continuous Bureau | Mumbai
Mahesh babu on ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઇ ને ચર્ચામાં છે. હાલમાં એનિમલ ની ટીમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હાલમાંજ હૈદરાબાદ માં ફિલ્મ એનિમલ ની પ્રિ રિલીઝ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઉથ ના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. આ દરમિયાન સાઉથ ના સુપરસ્ટાર મહેશ બાબુએ પોતાને રણબીર કપૂરનો ફેન જાહેર કર્યો હતો.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
રણબીર કપૂર નો ફેન છે મહેશ બાબુ
એનિમલ ની સ્પેશિયલ પ્રી-રીલીઝ ઈવેન્ટ દરમિયાન સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ એ ફિલ્મના મુખ્ય અભિનેતા રણબીર કપૂર વિશે કહ્યું,”મેં તેને અગાઉ પણ આ વાત કહી હતી જ્યારે હું તેને મળ્યો હતો, પરંતુ મને નથી લાગતું કે તેણે મને ગંભીરતાથી લીધો છે. તેથી આજે આ પ્લેટફોર્મ પર હું કહી રહ્યો છું કે હું રણબીરનો મોટો પ્રશંસક છું. મારા મતે તે ભારત નો શ્રેષ્ઠ અભિનેતા છે. “
నేను రణబీర్ కి చాలా పెద్ద ఫాన్….!!
In my Opinion, He is the best actor in India.#MaheshBabu about #RanbirKapoor pic.twitter.com/DirmZk2Mug
— Gulte (@GulteOfficial) November 27, 2023
અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ મહેશ બાબુના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Ranbir kapoor: ઇન્ડિયન આઇડલ ના મંચ પર સસરા મહેશ ભટ્ટ ના મોઢા થી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થયો રણબીર કપૂર, જુઓ વિડીયો