ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 નવેમ્બર, 2021
બુધવાર
સલમાન ખાન 56 વર્ષનો થવાનો છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. સલમાનના લગ્નનો મુદ્દો હંમેશા બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે. દરેક શોમાં લોકો વારંવાર ચર્ચા કરતા હોય છે કે સલમાન ક્યારે લગ્ન કરી રહ્યો છે. જોકે, હજુ સુધી કોઈને ખબર નથી કે સલમાન ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. સલમાન પણ ઘણીવાર આ સવાલને એક યા બીજા બહાને ટાળે છે. સલમાનના લગ્ન ન કરવા અંગે તેના મિત્ર મહેશ માંજરેકર શું વિચારે છે, તેણે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન મહેશ માંજરેકરે કહ્યું- આવી ઘણી વસ્તુઓ છે જેના વિશે હું સલમાન સાથે વાત કરી શકું છું, પરંતુ દરેક જણ તેને પૂછી શકે તેમ નથી. મેં એક વાર સલમાનને કહ્યું હતું – ‘તું લગ્ન નથી કરતો તે બાબત ને લઇ ને હું ચિંતિત છું. હું સલમાનના પુત્રને જોવા માંગુ છું. હું તેને પિતા બનતો જોવા માંગુ છું’. આટલું જ નહીં, મહેશ માંજરેકરે આગળ કહ્યું – ‘મને લાગે છે કે સુપરસ્ટાર હોવા છતાં પણ તે એકલો છે. મહેશના કહેવા પ્રમાણે સલમાનને બહુ શોખ નથી. મુંબઈમાં તે જે ફ્લેટમાં રહે છે તે કદાચ એક બેડરૂમનો ફ્લેટ છે. જ્યારે પણ હું તેના ઘરે જઉં છું ત્યારે તે ઘણીવાર ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂતેલો જોવા મળે છે.મને લાગે છે કે સલમાન ભલે ગમે તેટલો સફળ હોય, પરંતુ તેની સફળતા પાછળ એક સામાન્ય મધ્યમ વર્ગનો માણસ છે.
અમિતાભ બચ્ચનના કારણે આ અભિનેત્રીએ એકતા કપૂરની ફિલ્મ કરવાનો કર્યો હતો ઇન્કાર, જાણો શું હતું કારણ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન ટૂંક સમયમાં જ એક્શન-ડ્રામા ફિલ્મ ' અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' માં તેના જીજા આયુષ શર્મા સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન એક શીખ પોલીસની ભૂમિકામાં છે. આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે. આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થશે.