Site icon

Mahira khan:ગંભીર બીમારીથી પીડિત છે શાહરુખ ખાન ની અભિનેત્રી માહિરા ખાન, ‘રઈસ’ ની રિલીઝ બાદ થઇ શરૂઆત

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન શાહરૂખ ખાનની રઈસ બાદ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. માહિરાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને બાયપોલર ડિસઓર્ડર છે અને તે દવા લઈ રહી છે.

mahira khan is suffering from bipolar disorder actress says raees triggered it

Mahira khan:ગંભીર બીમારીથી પીડિત છે શાહરુખ ખાન ની અભિનેત્રી માહિરા ખાન, 'રઈસ' ની રિલીઝ બાદ થઇ શરૂઆત

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન તેના અભિનય માટે જાણીતી છે. આજે પણ અભિનેત્રી પાકિસ્તાન ટીવી શોમાં ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.હવે તાજેતરમાં જ એક્ટ્રેસે એક મોટો ખુલાસો કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. 

Join Our WhatsApp Community

 

માહિરા ખાન ને છે બાયપોલર ડિસઓર્ડર નામ ની બીમારી 

તાજેતરમાં, પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને પ્રથમ વખત તેના બાયપોલર ડિસઓર્ડર વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે તે લગભગ 6-7 વર્ષથી દવાઓ લે છે. આ બધું શાહરૂખ ખાનની ફિલ્મ રઈસની રિલીઝ પછી તેને મળેલા ભયાનક ટ્રોલથી શરૂ થયું હતું.આ ઈન્ટરવ્યુમાં માહિરાએ જણાવ્યું કે તેની બીમારી ત્યારે ઉભરી આવી જ્યારે 2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે તેના ડિપ્રેશન અને ચિંતાની દવા લેવાને લગભગ 6 થી 7 વર્ષ થઈ ગયા છે. જો કે, હજુ સુધી તે આ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ નથી. સાથે જ અભિનેત્રીએ જણાવ્યું કે લોકોની પ્રતિક્રિયા અને સોશિયલ મીડિયા ટ્રોલિંગના કારણે તેની તબિયત પર ખરાબ અસર પડી હતી.

આ સમાચાર પણ વાંચો :  Jailer: રજનીકાંતની ફિલ્મ ને લાગ્યો ઝટકો, આ સીન હટાવવાનો હાઇકોર્ટે આપ્યો આદેશ

પાકિસ્તાની કલાકાર પર ભારતમાં લાગ્યો હતો પ્રતિબંધ  

માહિરાએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બધું અચાનક જ થયું. હું ફિલ્મનું શૂટિંગ કરી રહી હતો. અમે બધા સાથે મળીને કામ કરતા હતા. જ્યારે ઉરી હુમલો થયો ત્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું. હુમલા બાદ રાજકીય સ્તરે બધું બદલાઈ ગયું. પાકિસ્તાની કલાકાર પર ભારતમાં પ્રતિબંધ હતો. હું કંઈપણ વિચારું કે સમજી શકું એ પહેલાં જ મને સોશિયલ મીડિયા પર ઘણી નફરત દેખાતી હતી.

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version