Site icon

Maidaan: ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા દર્શાવતું મેદાન નું ટ્રેલર થયું રિલીઝ, અજય દેવગન ના અભિનયે કર્યા લોકો ને ઈમોશનલ

Maidaan: ભારતીય ફૂટબોલ ના સુવર્ણ યુગ ને દર્શાવતી અજય દેવગન ની બહુ ચર્ચિત ફિલ્મ મેદાન નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ની વાર્તા વાસ્તવિક જીવન પર આધારિત છે.

maidaan trailer release ajay devgn plays football coach

maidaan trailer release ajay devgn plays football coach

News Continuous Bureau | Mumbai 

Maidaan: અજય દેવગણ ની ફિલ્મ મેદાન નું ટ્રેલર આખરે રિલીઝ થઇ ગયું છે. આ અગાઉ નિર્માતાઓએ ફિલ્મ નું ટીઝર રિલીઝ કર્યું હતું હવે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલર જોઈને ચાહકો ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. લોકો એ આ ટ્રેલર ખુબ પસંદ આવી રહ્યું છે. કેટલાક સીનમાં તો અજય દેવગન નો અભિનય જોઈ લોકો ઈમોશનલ થઇ ગયા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: થઇ ગયું કન્ફર્મ, દીપિકા બાદ હવે આલિયા ભટ્ટ ની થઇ યશરાજ ની સ્પાઇ યુનિવર્સ માં એન્ટ્રી, આ વ્યક્તિ એ આપ્યું અપડેટ

 

મેદાન નું ટ્રેલર 

બે મિનિટ અને 43 સેકન્ડ ના આ ટ્રેલર માં સૈયદ અબ્દુલ રહીમની સાચી વાર્તાની ઝલક જોવા મળે છે. જેમને પોતાનું જીવન ફૂટબોલને સમર્પિત કર્યું અને ભારતને ગૌરવ અપાવ્યું. ફિલ્મ ના ટ્રેલર ની શરૂઆત અજય દેવગન થી થાય છે. ત્યારબાદ ફૂટબોલ કોચ તરીકે અજયની કઠિન પરીક્ષા શરૂ થાય છે. તે આગામી 10 વર્ષમાં ભારતને ફૂટબોલની રમતમાં વિશ્વ કક્ષાની ટીમ બનાવવાનું સપનું જુએ છે અને તેના માટે નાના શહેરોમાંથી ખેલાડીઓને એકત્ર કરીને તેમને ફૂટબોલની તાલીમ આપે છે.અજય ની આ સફર માં તેની પત્ની ની ભૂમિકા ભજવી રહેલી પ્રિયામણી પણ તેનો સાથ આપે છે. 


મેદાન માં અજય દેવગન ઉપરાંત પ્રિયામણી, ગજરાજ રાવ અને રુદ્રનીલ ઘોષ મુખ્ય ભૂમિકામાં છે. ઝી સ્ટુડિયો, બોની કપૂર, અરુણવ જોય સેનગુપ્તા અને આકાશ ચાવલા દ્વારા નિર્મિત, મેદાન એપ્રિલ 2024માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version