Site icon

મલાઈકા અરોરાના ચેટ શોમાં પૂર્વ પતિ અને બોયફ્રેન્ડની થશે એન્ટ્રી-ખૂલશે અનેક મોટા રહસ્યો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની દિવા(Bollywood diva) અને મોડલ મલાઈકા અરોરા(Malaika Arora) તેના અંગત જીવનની સાથે સાથે તેના વ્યાવસાયિક જીવન(professional life) માટે પણ ચર્ચામાં છે. તે છેલ્લા કેટલાક સમયથી અભિનેતા અર્જુન કપૂર(Arjun Kapoor) સાથે રિલેશનશિપમાં (relationship) છે. બંનેની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ પહેલા મલાઈકા અરોરાએ ફિલ્મ પ્રોડ્યુસર અને એક્ટર(Film producer and Actor) અરબાઝ ખાન(Arbaaz Khan) સાથે લગ્ન કર્યા હતા. 18 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારથી લોકો રાહ જોઈ રહ્યા છે કે અર્જુન અને અરબાઝ ક્યારે સામસામે આવશે. તો હવે લોકોની રાહ પુરી થઈ ગઈ છે કારણ કે હવે એવી તક આવવાની છે જ્યારે મલાઈકાના પૂર્વ પતિ અને બોયફ્રેન્ડ સામસામે હશે.

Join Our WhatsApp Community

અહેવાલ છે કે અરબાઝ ખાન અને અર્જુન કપૂર લાંબા સમય પછી એક જ જગ્યાએ સાથે જોવા મળવાના છે. બંને હવે 'ઓરોરા સિસ્ટર્સ'(Arora Sisters) નામના OTT ચેટ શોમાં સાથે જોવા મળશે. બહુ જલ્દી, મલાઈકા અરોરા તેની બહેન અમૃતા અરોરા(Amrita Arora) સાથે Disney+ Hotstar રિયાલિટી શો 'Arora Sisters' પર આવી રહી છે. અહેવાલ છે કે આ ચેટ શોમાં અરબાઝ ખાન અને અર્જુન કપૂર પહેલીવાર સામ-સામે આવશે. આવી સ્થિતિમાં, અભિનેત્રીના બોયફ્રેન્ડ અને પૂર્વ પતિ વચ્ચેની વાતચીત કેવી હશે તેની કલ્પના પણ લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો  દર વખતે અતરંગી સ્ટાઇલ માં જોવા મળતી ઉર્ફી જાવેદ આ વખતે તેના કપડાં ને લઇ ને નહીં પરંતુ તેની લિપસ્ટિક ને કારણે થઇ ટ્રોલ-જુઓ અભિનેત્રી નો વાયરલ વિડીયો 

આ શો અંગે એક મીડિયા હાઉસ ના અહેવાલમાં જણાવાયું છે કે શોની થીમ 'અરોરા સિસ્ટર્સ' મલાઈકા અને અમૃતા અરોરાની અંગત જીવનની(personal life) આસપાસ છે. ચાહકોને આ બહેનોના જીવનમાં ડોકિયું કરવાનો મોકો મળશે. અરોરા સિસ્ટર્સની નજીકના સૂત્રએ પોર્ટલને માહિતી આપી હતી કે અરબાઝ ખાન અને અર્જુન કપૂર પણ આ શોમાં જોવા મળશે. જોકે એવું પણ બની શકે છે કે બંને અલગ-અલગ એપિસોડમાં જોવા મળે. અર્જુન કપૂર અને અરબાઝ ખાન સિવાય આ શોમાં અમૃતા અને મલાઈકાના પરિવાર અને નજીકના મિત્રો પણ જોવા મળશે.

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version