News Continuous Bureau | Mumbai
Malaika arora: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલ ઝલક દિખલાજા માં જોવા મળી રહી છે. આ દરમિયાન મલાઈકા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેનો એક ફેન જે વિકલાંગ છે તે તેની સાથે સેલ્ફી લેતી વખતે મલાઈકા ની કમર પર હાથ રાખે છે આ જોઈ તેના સિક્યુરિટી ગાર્ડ પણ ચોંકી જાય છે. જો કે, અભિનેત્રીએ આ પરિસ્થિતિને ખૂબ જ શાંતિથી સંભાળી અને લોકોના દિલ જીતી લીધા.
મલાઈકા અરોરા નો વિડીયો થયો વાયરલ
મલાઈકા અરોરા તેના શૂટિંગ સેટની નજીક પાપારાઝી ને ફોટોગ્રાફ્સ આપી રહી હતી, આ દરમિયાન તેનો એક વિકલાંગ ફેન તેની સાથે સેલ્ફી લેવા આવ્યો હતો. તસવીર ક્લિક કરતી વખતે આ ફેને મલાઈકા અરોરાની કમર પર હાથ રાખ્યો હતો. ત્યાં ઉભેલા મલાઈકાના સિક્યોરિટી ગાર્ડ પણ આ હરકત જોઈ ચોંકી ગયા અને તેમાંથી એક ગાર્ડે અભિનેત્રી ની કમર પરથી તે છોકરા નો હાથ ખસેડ્યો પણ આ છોકરાને રોક્યો. જો કે, અભિનેત્રીએ આ પરિસ્થિતિને ખૂબ જ શાંતિથી સંભાળી હતી.
View this post on Instagram
મલાઈકા નો આ વિડીયો સોશિયલ મીડિઅય પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને પોતાની રીતે જોઈ રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન