ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
બૉલિવુડ ફૅશનિસ્ટ મલાઇકા અરોરા અવારનવાર તેના અદ્ભુત દેખાવ માટે હેડલાઇન્સમાં રહે છે. મલાઇકા ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે બ્લૅક લુકમાં જોવા મળી હતી. મલાઇકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
ફોટામાં તે કાળા રંગના સ્ટાઇલિશ લાંબા ગાઉનમાં જોવા મળી હતી. મલાઇકા અરોરાની ટોન્ડ ફિગર આ બૉડી ફિટ ગાઉનમાં જોવા મળી રહી હતી. મલાઇકાએ પોતાનો દેખાવ ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. તેનો મેકઅપ પણ સિમ્પલ હતો. અભિનેત્રીએ આ બ્લૅક આઉટફિટ સાથે ક્લાસી હિલ્સ પહેરી હતી. જે તેના લુકને હાઇલાઇટ કરી રહી હતી
મલાઇકાએ તેના વાળને બન સ્ટાઇલ માં બાંધ્યા હતા. મલાઇકાએ મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.
મલાઇકા તેના ગ્લૅમરસ વ્યક્તિત્વ અને અમેઝિંગ ફૅશન સેન્સ માટે જાણીતી છે. જ્યારે પણ મલાઇકા જોવા મળે છે ત્યારે તે પુરાવો આપે છે કે તેને શા માટે ફૅશન આઇકોન કહેવામાં આવે છે.મલાઇકા સાથે મનીષ મલ્હોત્રાના ઘરે કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, અનન્યા પાંડે અને ગૌરી ખાન પણ જોડાયાં હતાં.
મૃત્યુ પછી પણ કરોડો રૂપિયાની સંપત્તિ મૂકતી ગઈ છે આ અભિનેત્રીઓ