ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેનો લુક એકદમ કિલર છે, પરંતુ કિલર લુક હોવા છતાં સોશિયલ મીડિયા યુઝર્સે મલાઈકાને ભારે ટ્રૉલ કરી છે.
વાસ્તવમાં મલાઈકા અરોરા તેના ડ્રેસને કારણે ટ્રૉલ થઈ છે. ફોટામાં મલાઈકા અરોરા સિલ્વર કલરનો રિવીલિંગ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. યુઝર્સે કમેન્ટ સેક્શનમાં મલાઈકાના ડ્રેસની ટીકા કરી છે અને તેના ડ્રેસની તુલના ફોઇલ પેપર સાથે કરી છે. લોકોએ આ ડ્રેસને કેરી કરવા માટે મલાઈકાની ટીકા કરી છે.
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઇન્ટરનેટ પર પોતાની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે. તે પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. જિમમાં વર્કઆઉટ કરવા ઉપરાંત, મલાઈકા અરોરાએ આ ઉંમરે પણ યોગ કરીને પોતાને એકદમ ફિટ રાખી છે.
મલાઈકા અરોરાને એક દીકરો પણ છે, પરંતુ તેનું શરીર જોઈને આવું કહેવું ઘણું મુશ્કેલ છે. મલાઈકા અરોરા હાલ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
આર્યન ખાનની ધરપકડ બાદ ટ્રોલથી બચવા શાહરૂખની પુત્રી સુહાનાએ ભર્યું આ મોટું પગલું; જાણો વિગત