News Continuous Bureau | Mumbai
Malayalam actor Mohan raj: સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા મોહન રાજનું 70 વર્ષની વયે નિધન થયું છે.તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. પીઢ અભિનેતા મોહન રાજનું તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. મોહન રાજની કેરળના કાંજીરામકુલમ સ્થિત તેમના ઘરે સારવાર ચાલી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : Govinda Misfire Case : ગોળી કેવી રીતે ચાલી? ગોવિંદાના નિવેદન પર પોલીસને શક! શું છુપાવી રહ્યા છે અભિનેતા?
પાર્કિન્સન નામની બીમારી થી થયું મોહન રાજ નું નિધન
મલયાલમ અભિનેતા મોહન રાજનું પાર્કિન્સન્સ નામની બીમારીના કારણે નિધન થયું છે.મોહન રાજ મોહનલાલની ફિલ્મ ‘કિરીદમ’ માં વિલન કીરીક્કડન જોસની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.
Actor #Mohanraj is no more . He was popular for his character as the deadly villain ‘Keerikadan Jose’ in @Mohanlal’s iconic ‘Kireedam’!
Mohanraj has done over 300 films in Malayalam and various other languages and has been suffering from Parkinson’s disease & diabetes and moved… pic.twitter.com/SvH9ZcxfD3
— Sreedhar Pillai (@sri50) October 3, 2024
મોહન રાજ ના નિધન થી સાઉથ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. મોહન રાજ મલયાલમ, તમિલ અને તેલુગુ સિનેમામાં વિલનની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા. 
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)