248
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમની તબિયત ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
મણિરત્નમ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતાં તેમની પત્ની સુહાસિનીએ જણાવ્યું હતું કે, મણિ રત્નમની તબિયત સારી છે.
હાલમાં તેઓ પોતાની ફિલ્મ 'પોન્નિયન સેલ્વનઃ 1’ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતા.
'રોઝા', 'બોમ્બે', 'દિલ સે' અને 'ગુરુ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા મણિરત્નમ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ચોથા રાઉન્ડના અંતે પણ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર
You Might Be Interested In