Site icon

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા મુશ્કેલીમાં મુકાઈ- અભિનેતા ની પત્ની ઉપર લાગ્યો આ આરોપ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકી(Aaliya Siddiqui)પર નાણાકીય છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આલિયાના પ્રોડક્શન વેન્ચર 'હોલી કાઉ'(holi cow)ની ક્રિએટિવ અને કો-પ્રોડ્યુસર મંજુ ગઢવાલે (Manju gadhwale)આલિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે ફિલ્મમાં રોકાણ કરેલા 31 લાખ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા સાથે ઘણી વખત વાત કરીને પૈસા પાછા માંગવા છતાં પણ જ્યારે મંજુને પૈસા ન મળ્યા તો તેણે 20 જૂને પોલીસમાં ફરિયાદ(police complaint) નોંધાવી.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંજુએ આલિયા પર માત્ર પૈસા જ નહીં પરંતુ માનસિક શોષણનો(mental harassment) પણ આરોપ લગાવ્યો છે. એક મીડિયા હાઉસ  સાથેની વાતચીત દરમિયાન મંજુએ કહ્યું, 'આલિયા અને હું 2005થી મિત્રો છીએ અને તે છેલ્લા ઘણા સમયથી પ્રોડ્યુસર (producer)બનવા માંગતી હતી. જ્યારે આખરે વસ્તુઓ સારી થઈ, ત્યારે તેણીએ મને સર્જનાત્મક સામગ્રીને હેન્ડલ કરવા કહ્યું અને તે નાણાકીય બાબતોની કાળજી લેશે. મેં પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ(casting) કર્યું, પરંતુ તેમને આપવામાં આવેલા ચેક બાઉન્સ થવા લાગ્યા.મંજુએ વધુમાં જણાવ્યું કે આલિયાના કહેવા પર તેના પિતાએ પણ આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. મંજુએ કહ્યું, 'મારા પિતા ઉજ્જૈનનું(Ujjain) ઘર વેચતા હતા અને આલિયાને તેની જાણ હતી. આલિયાને પૈસાની જરૂર હોવાથી તેણે મારા પિતાને સમજાવ્યા અને ઘર વેચીને જે પૈસા મળ્યા તે આપવા કહ્યું. આલિયાએ કહ્યું હતું કે તે લગભગ એક મહિનામાં પૈસા પરત કરી દેશે, પરંતુ એવું થયું નહીં. મંજુએ એ પણ જણાવ્યું કે આલિયા અને તેની વચ્ચે ઝઘડો થયા બાદ આલિયાએ 'હોલી કાઉ'(Holi cow)માં તેના ક્રિએટિવ અને કો-પ્રોડ્યુસરને ક્રેડિટ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : સાઉથ બાદ બોલિવૂડમાં પણ પોતાનો જાદુ ચલાવવા તૈયાર છે સામંથા- આ અભિનેતાની સાથે જમાવશે જોડી

મંજુએ વધુમાં જણાવ્યું કે તેની પાસે એક હાર્ડ ડિસ્ક (hard disc)હતી, જેમાં ‘હોલી કાઉ’ નો ઘણો મહત્વનો ડેટા હતો, તેથી ઘણી ચર્ચા પછી આલિયાએ તેને 22 લાખ રૂપિયા આપ્યા અને હાર્ડ ડિસ્ક લઈ લીધી. ત્યારથી હું મારા પૈસા મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું, જે લગભગ રૂ. 31 લાખ છે. મેં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)માં પણ ફરિયાદ નોંધાવી હતી, જે પછી મને ખબર પડી કે તે મારી ટીમ સાથે પૈસા વિશે વાટાઘાટ કરવા માંગે છે, પણ મને ખબર નથી કે તે ક્યારે થશે.મંજુએ એમ પણ કહ્યું છે કે આલિયાએ મેડિકલ રિપોર્ટ (medical report)સબમિટ કરીને પોલીસ ફરિયાદનો જવાબ આપવા માટે સમય માંગ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, ફિલ્મ હોલી કાઉનું નિર્દેશન સાઈ કબીર દ્વારા કરવામાં આવ્યું છે અને તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી, સંજય મિશ્રા અને તિગ્માંશુ ધુલિયા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે. 

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version