Site icon

Manoj Bajpayee Ghooskhor Pandat Controversy: રિલીઝ પહેલા જ વિવાદ: ‘ઘૂસખોર પંડત’ ના ટાઈટલથી લાગણી દુભાઈ હોવાનો દાવો, જાણો શું છે સમગ્ર મામલો

Manoj Bajpayee Ghooskhor Pandat Controversy:નેટફ્લિક્સ ની આગામી ફિલ્મ વિવાદોમાં; બ્રાહ્મણ સમાજને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયા પર 'Boycott Netflix' ટ્રેન્ડ તેજ

Manoj Bajpayee’s Film ‘Ghooskhor Pandat’; Users Accuse Makers of Casteism and Demand Ban

Manoj Bajpayee’s Film ‘Ghooskhor Pandat’; Users Accuse Makers of Casteism and Demand Ban

News Continuous Bureau | Mumbai

Manoj Bajpayee Ghooskhor Pandat Controversy:નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મનોજ બાજપેયીની નવી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ ના ટાઇટલને લઈને હોબાળો મચી ગયો છે. આ ફિલ્મ માં મનોજ એક ભ્રષ્ટ પોલીસ ઓફિસર અજય દીક્ષિતની ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મના ટાઇટલમાં વપરાયેલા ‘પંડત’ (Pandat) શબ્દે લોકોનો આક્રોશ જગાડ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે આ નામ એક ચોક્કસ જ્ઞાતિને બદનામ કરવાનો અને નફરત ફેલાવવાનો પ્રયાસ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rohit Shetty Firing Case Update: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો પુણેથી મુંબઈ સુધી રચાયું હતું ષડયંત્ર, બિશ્નોઈ ગેંગના માસ્ટરપ્લાનનો પર્દાફાશ

ટીઝર રિલીઝ થતા જ મચ્યો હંગામો 

ટીઝર રિલીઝ થતાની સાથે જ લોકોએ ફિલ્મને જાતિવાદી ગણાવીને નેટફ્લિક્સ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. અનેક યૂઝર્સે એવી પણ દલીલ કરી છે કે શું મેકર્સ અન્ય કોઈ ધર્મ કે જ્ઞાતિના નામની આગળ આવા વિશેષણો લગાવી શકે છે? વિવાદ એટલો વધી ગયો છે કે લોકોએ આ ફિલ્મને બેન  કરવાની અથવા તેનું નામ તાત્કાલિક બદલવાની શરત મૂકી છે.એક યૂઝરે લખ્યું, “બ્રાહ્મણો વિરુદ્ધ નફરત ફેલાવવી હવે સહન કરવામાં આવશે નહીં. અમે નેટફ્લિક્સને કોર્ટમાં જોઈ લઈશું.” અન્ય એક યૂઝરે સવાલ કર્યો કે, “શું નેટફ્લિક્સ કોઈ ફિલ્મનું નામ ‘ઘૂસખોર મુસ્લિમ’ કે ‘ઘૂસખોર દલિત’ રાખી શકે છે? જો ના, તો પછી પંડિતોને જ સોફ્ટ ટાર્ગેટ કેમ બનાવવામાં આવે છે?” લોકોનું માનવું છે કે મેકર્સ જાણીજોઈને વિવાદ પેદા કરવા માંગતા હતા.


ફિલ્મમાં મનોજ બાજપેયી એક એવા પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યા છે જે વધુ પૈસા કમાવાની લાલચમાં ભ્રષ્ટાચારના માર્ગે ચઢે છે. આ દરમિયાન તે એક એવા ષડયંત્રમાં ફસાય છે જે તેની જિંદગી બદલી નાખે છે. વાર્તામાં તેને સુધરવાની એક તક મળે છે, પરંતુ તે કયો રસ્તો પસંદ કરે છે તે ફિલ્મનો મુખ્ય પ્લોટ છે. ફિલ્મનું નિર્દેશન રીતેશ શાહે કર્યું છે અને લેખન નીરજ પાંડેનું છે.આ ફિલ્મમાં મનોજ બાજપેયીની સાથે નુશરત ભરૂચા, સાકિબ સલીમ, અક્ષય ઓબેરોય અને કીકુ શારદા પણ મહત્વની ભૂમિકામાં છે. અત્યાર સુધી આ વિવાદ અંગે નેટફ્લિક્સ કે ફિલ્મના મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિરોધને જોતા એવી અટકળો લગાવાઈ રહી છે કે સેન્સર બોર્ડ અથવા ઓટીટી પ્લેટફોર્મ પર દબાણ વધતા ટાઇટલમાં ફેરફાર કરવો પડી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version