ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ઇશ્વરી દેશપાંડે અને તેના મંગેતર શુભમ નાંદેડનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે.
રિપોર્ટ અનુસાર ગોવાના બાગા-કલંગુટમાં તેમની કારનું એક્સિડેન્ટ થયું હતુ અને ગાડી ઝાડ સાથે અથડાઇને નીચે પડી ગઇ હતી.
ગાડી પાણીમાં ડૂબી ગઇ હતી જેથી બંનેનું મોત થયું હતું. પોલીસે બંનેની લાશ અને કાર બંને કબ્જામાં લઇ લીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, કારનું સેન્ટ્રલ લોક હોવાના કારણે બંને લોકો ગાડીમાં ફસાઇ ગયા હતા. જેના કારણે તેમના નાકમાં અને મોઢામાં પાણી ભરાઇ ગયું અને બંનેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક ઉપચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વાર થઇ ગઇ હતી.
ઉલ્લેખનિય છે કે ઈશ્વરીએ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું જે હજુ રીલિઝ થઈ નથી.
જાહ્નવી કપૂરે કરાવ્યું ગ્લેમર ફોટોશૂટ, સ્ટ્રેપી વ્હાઇટ ડ્રેસમાં આવી નજર ; જુઓ તસવીરો