News Continuous Bureau | Mumbai
Mardaani 3 First Review: રાની મુખર્જીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મર્દાની 3’ ના પ્રારંભિક રિવ્યુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વાયરલ થઈ રહ્યા છે. નેટીઝન્સના મતે, આ ફિલ્મ અગાઉની બંને કડીઓ કરતા વધુ ડાર્ક અને રુંવાડા ઉભા કરી દે તેવી છે. ફિલ્મની વાર્તા મુંબઈની આસપાસ ફરે છે, જ્યાં માત્ર 90 દિવસમાં 93 મહિલાઓ રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. એસીપી શિવાની શિવાજી રોય (રાની મુખર્જી) આ ખતરનાક હ્યુમન ટ્રાફિકિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા મેદાને ઉતરે છે.સોશિયલ મીડિયા પર ફેન્સ રાની મુખર્જીના પરફોર્મન્સના વખાણ કરતા થાકતા નથી. રિવ્યુમાં કહેવામાં આવ્યું છે કે રાનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેનાથી શ્રેષ્ઠ લેડી પોલીસ ઓફિસરનો રોલ કોઈ કરી શકતું નથી. ખાસ કરીને ફિલ્મમાં તેની એક્શન અને ડાયલોગ ડિલિવરી જોરદાર છે.
આ સમાચાર પણ વાંચો : Kalki 2 Update: પ્રભાસની ‘કલ્કિ ૨’ માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું,શું સાઉથ ની આ સુંદરી લેશે ‘સુમતી’ ની જગ્યા?
શિવાની રોય vs અમ્મા અને વિજય વર્માનો ખૌફ
આ વખતે ફિલ્મનો ‘વિલન’ સૌથી મોટું આકર્ષણ છે. અગાઉની ફિલ્મોમાં પુરુષ વિલન હતા, પરંતુ આ વખતે શિવાનીની સામે ‘અમ્મા’ નામનું ખતરનાક પાત્ર છે, જે મલ્લિકા પ્રસાદે ભજવ્યું છે. આ ઉપરાંત, વર્સેટાઇલ એક્ટર વિજય વર્માની એન્ટ્રીએ ફિલ્મમાં સસ્પેન્સ વધારી દીધું છે. રિવ્યુમાં વિજય વર્માને “વર્ષનો સૌથી ખૌફનાક ખલનાયક” ગણાવવામાં આવ્યો છે. ‘શૈતાન’ ફેમ જાનકી બોડીવાલા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
👮♀️ #Mardaani3 Review: THE LIONESS ROARS. 🦁
Rani Mukerji is unstoppable. 🔥
Vijay Varma is the creepiest villain of the year. 🐍
The Plot: The Dark Web is a nightmare. 💻
Brutal. Relevant. Must Watch.
Rating: 4/5 ⭐
Read: 👇
[Link]#Mardaani3 #RaniMukerji #VijayVarma #Bollywood pic.twitter.com/hd30lBxUAy— Trending Movie Hub (@theakashKaroli) January 29, 2026
અભિરાજ મિનાવાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન જ નથી કરતી, પરંતુ હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગંભીર મુદ્દા પર સમાજને જાગૃત પણ કરે છે. સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મને ‘મસ્ટ વોચ’ (Must Watch) ગણાવી રહ્યા છે. જો તમે ક્રાઈમ થ્રિલર અને રાની મુખર્જીની એક્શનના શોખીન હોવ, તો આ ફિલ્મ તમારા માટે પરફેક્ટ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)