News Continuous Bureau | Mumbai
Maria goretti: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. આ ફંક્શન ના ઘન ફોટો અને વિડીયો સામે આવી રહ્યા છે. આ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન અરશદ વારસી ની પત્ની મારિયા ગુરેટી આ ફંક્શન ના એક ફોટા ને જોઈ ને દુઃખી થઇ ગઈ છે. તેણે ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ના ફોટો પર એક લાંબી નોટ શેર કરી છે. આ તસવીર માં ઇવાન્કા હાથીની નજીક પોઝ આપી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Swatantrya veer savarkar: સ્વાતંત્ર્યવીર સાવરકર ના રૂપ માં છવાયો રણદીપ હુડા, ફિલ્મ ના ટ્રેલર ને માત્ર એક જ કલાક માં અધધ આટલા વ્યૂઝ અને કોમેન્ટ સાથે મળ્યો તોફાની પ્રતિસાદ
મારિયા ગુરેટી ની પોસ્ટ
મારિયા ગુરેટી એ તેની ઇન્સ્ટાસ્ટોરી પર આ ફોટો પોસ્ટ કરી ને લખ્યું છે કે, “અંબાણીના સેલિબ્રેશનની આ તસવીર જોઈને હું ચોંકી ગઈ છું. મને નથી લાગતું કે આવું કોઈ પ્રાણી સાથે થવું જોઈએ, ખાસ કરીને જેને બચાવી અને પુનર્વસન કરવામાં આવી રહ્યું છે તેની સાથે નહીં. તે હૃદયદ્રાવક છે કે આ હાથીને અવાજ અને લોકોની વચ્ચે આધારની જેમ ઉભો કરવામાં આવ્યો.” મારિયાની આ પોસ્ટ બાદ હાલમાં કોઈએ પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી એ પ્રાણીઓની સલામતી માટે તાજેતરમાં વંતરા પ્રોજેક્ટ શરૂ કર્યો, જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અને પુનર્વસન કેન્દ્ર છે. તે 3000 એકરમાં ફેલાયેલું છે.