News Continuous Bureau | Mumbai
Anupamaa Set Fire: મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટી માં આજે સવારે લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’ ના સેટ પર ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઊંચી-ઊંચી જ્વાળાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આગ સવારે લગભગ 5 વાગ્યે લાગી હતી, જ્યારે સેટ પર કામદારો અને ક્રૂ સભ્યો શૂટિંગની તૈયારીમાં હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સેટને ભારે નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : Milind Soman Kedarnath: કેદારનાથ ધામ પહોંચ્યો મિલિંદ સોમન,અભિનેતા અને તેની પત્ની અંકિતા એ શેર કર્યો 30 કિલોમીટર ની પદયાત્રા નો અનુભવ
ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો, કૂલિંગ ઓપરેશન ચાલુ
આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. હાલ કૂલિંગ ઓપરેશન ચાલુ છે જેથી આગ ફરી ન ભભૂકે. આગ લાગવાનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ ચાલુ છે.
Massive Fire Breaks Out on the Set of ‘Anupamaa’ in Mumbai’s Film City – AICWA Demands High-Level Investigation and Accountability
Mumbai, 23rd June 2025 – A major fire broke out early this morning at 5:00 AM on the set of the popular television serial Anupamaa in Film City,… pic.twitter.com/KjxXGyM9mn
— All Indian Cine Workers Association (@AICWAOfficial) June 23, 2025
AICWAએ ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, CMને લખ્યો પત્ર
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ આ ઘટનાને ગંભીર ગણાવી છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને પત્ર લખી ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી છે. એસોસિએશનના પ્રમુખ એ ફિલ્મ સિટીના મેનેજમેન્ટ અને મજૂર કમિશનરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સેટ પર આગ લાગવાની ઘટનાઓ વારંવાર થાય છે કારણ કે પ્રોડક્શન હાઉસો અગ્નિ સુરક્ષા નિયમોનું પાલન કરતા નથી. AICWAએ આરોપ મૂક્યો છે કે ઘણા પ્રોડ્યુસર અને ચેનલો આગ લાગ્યા પછી પણ જરૂરી સુરક્ષા પગલાં લેતા નથી. તેમણે એ પણ આશંકા વ્યક્ત કરી છે કે ક્યાંક આ આગ ઈન્સ્યોરન્સ ક્લેમ (Insurance Claim) માટે તો લગાવવામાં આવી નથી? તેમણે તમામ સ્ટુડિયો અને સેટ્સનું તાત્કાલિક ફાયર ઓડિટ (Fire Audit) કરવાની માંગ કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)