Site icon

Matka King Trailer: જુગારની દુનિયાનો અસલી શહેનશાહ! ‘મટકા કિંગ’માં વિજય વર્માનો દમદાર લુક, ટ્રેલરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Matka King Trailer: ‘સૈરાટ’ ફેમ ડિરેક્ટર નાગરાજ મંજુલેની નવી ક્રાઈમ થ્રિલર સિરીઝનું ટ્રેલર રિલીઝ; વિજય વર્માના સ્વેગ પર ફિદા થયા ફેન્સ

Matka King Trailer: Vijay Varma stars as the gambling emperor of 60s Bombay; fans call it a blockbuster.

Matka King Trailer: Vijay Varma stars as the gambling emperor of 60s Bombay; fans call it a blockbuster.

News Continuous Bureau | Mumbai

Matka King Trailer:  એમેઝોન પ્રાઇમ વિડિયો પર એક નવી ક્રાઈમ થ્રિલર સિરીઝ ‘મટકા કિંગ’ આવી રહી છે. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વાર્તા 1960ના દાયકાના બોમ્બેની છે, જ્યાં બ્રિજ ભટ્ટી નામનો એક સામાન્ય કપાસનો વેપારી કેવી રીતે મુંબઈનો સૌથી મોટો જુગાર સમ્રાટ બને છે તેની સફર બતાવવામાં આવી છે. વિજય વર્માએ આ પાત્રને ખૂબ જ જીવંત રીતે પડદા પર ઉતાર્યું છે.ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક સામાન્ય માણસ સિસ્ટમની ખામીઓને ઓળખીને ‘મટકા’  ની શરૂઆત કરે છે. ધીરે ધીરે આ નાનો માણસ એટલો મોટો બની જાય છે કે તે શક્તિશાળી લોકોની આંખમાં ખૂંચવા લાગે છે. નાગરાજ મંજુલેએ તે સમયના મુંબઈની ચૉલ, જૂના કેફે અને મટકાના અડ્ડાઓને ખૂબ જ બારીકાઈથી દર્શાવ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shreya Ghoshal New House: મુંબઈના વરલી વિસ્તારમાં શ્રેયા ઘોષાલે ખરીદ્યું નવું ઘર, જાણો એપાર્ટમેન્ટની કિંમત અને વિગત

વિજય વર્મા અને નાગરાજ મંજુલેની જોડી

વિજય વર્મા  ફરી એકવાર પોતાની એક્ટિંગ ક્ષમતા સાબિત કરી રહ્યો છે. તેના લૂક્સ, બોલવાની શૈલી અને ચહેરાના હાવભાવ 60ના દાયકાના બોમ્બેના મિજાજને બરાબર પકડે છે. ‘સૈરાટ’ જેવી આઇકોનિક ફિલ્મ બનાવનાર નાગરાજ મંજુલેએ આ સિરીઝનું નિર્દેશન કર્યું છે, જે તેને જોવી વધુ રસપ્રદ બનાવે છે.


લોકોને આ સિરીઝના ડાયલોગ્સ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. જેમ કે, ‘આ જિંદગી પણ કેટલી અજીબ છે, માત્ર એક વસ્તુ પર ચાલે છે, આશા’ અને ‘હારવા વાળા પર ક્યારેય ફિલ્મ નથી બનતી ને, હીરો હંમેશા ફિલ્મમાં જીતે છે.’ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે ઘણા સમય પછી કોઈ સિરીઝનું ટ્રેલર આટલું પાવરફુલ લાગ્યું છે.જો તમે ક્રાઈમ ડ્રામાના શોખીન હોવ, તો ‘મટકા કિંગ’ આ વર્ષની તમારી ફેવરિટ સિરીઝ બની શકે છે. આ સિરીઝ 17 એપ્રિલથી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. તે માત્ર જુગારની દુનિયા જ નહીં, પરંતુ તે સમયના સામાજિક અને આર્થિક હાલાત પર પણ પ્રકાશ પાડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2: ‘શાહિદ કપૂરનો ડેશિંગ લુક અને કૃતિ-રશ્મિકાનું ગ્લેમર: ‘કોકટેલ 2’ ના ફર્સ્ટ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ.
Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!
Dhurandhar 2 Music: શાશ્વત સચદેવે 11 દિવસમાં 14 ગીતો બનાવી રચ્યો ઈતિહાસ, આદિત્ય ધર પણ થયા પ્રભાવિત
Exit mobile version